બ્રિજ ભૂષણની અશ્લીલ હરકતો અંગે દિલ્હી પોલીસે કોર્ટમાં કર્યા ખુલાસા….
નવી દિલ્હી: આજે સુપ્રીમ કોર્ટમાં કુસ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહના કેસની સુનાવણી હતી જેમાં દિલ્હી પોલીસે કોર્ટમાં ઘણા ખુલાસા કર્યા હતા. દિલ્હી પોલીસે ગુરુવારે મહિલા કુસ્તીબાજના કથિત યૌન શોષણના મામલામાં કુસ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ સામે ઊલટતપાસ શરૂ કરી હતી. કોર્ટે બ્રિજભૂષણ સિંહને આજે એટલે કે ગુરુવારે હાજર રહેવામાંથી મુક્તિ આપી છે. હવે કોર્ટ આ કેસમાં આગામી સુનાવણી બે દિવસ બાદ 6 જાન્યુઆરીએ હાથ ધરશે.
દિલ્હી પોલીસના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે 15 જૂને ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને આ કેસમાં 44 સાક્ષીઓ બનાવવામાં આવ્યા છે, જેમાંથી 6 પીડિતા છે અને 22 સાર્વજનિક સાક્ષીઓ છે. ત્યારે દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે 21 એપ્રિલ 2023ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ પીડિતા સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી ત્યારબાદ આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદીની ફરિયાદના સંદર્ભમાં દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે 2019માં તે તેના ભાઈ સાથે અશોકા રોડ પર રેસલિંગ એસોસિએશનની ઓફિસમાં ગઈ હતી, પરંતુ મારા ભાઈને બહાર ઊભો રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રિજ ભૂષણે ઓફિસની અંદર હાજર અન્ય વ્યક્તિને પણ ઓફિસની બહાર જવાનું કહ્યું અને દરવાજો બંધ કરવા કહ્યું હતું.
દિલ્હી પોલીસે કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે ફરિયાદીએ તેની વાતમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે આરોપીએ તેને પોતાની તરફ ખેંચી અને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો, જેનો મેં વિરોધ કર્યો હતો. દિલ્હી પોલીસે તેમની એફઆઈઆરમાં એ પણ જણાવ્યું હતું કે મહિલા કુસ્તીબાજોનું સમય-સમય પર અલગ-અલગ જગ્યાએ શોષણ કરવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસનું કહેવું છે કે બ્રિજ ભૂષણ ક્યારેક કહેતો હતો કે તે તેમના પિતા જેવો છે, ક્યારેક છાતીને સ્પર્શ કરતો હતો, ક્યારેક શ્વાસ ચેક કરતો હતો. ડૉક્ટર પણ આ રીતે તપાસ કરી શકતા નથી.