નેશનલ

અમેરિકાના પગલે પગલેઃ પાટનગરમાં ગેરકાયદે રહેતા ૧૦ વિદેશીનો કર્યો દેશનિકાલ

નવી દિલ્હીઃ અમેરિકા ગેરકાયદે નાગરિકોને તેમના વતન મોકલવાનું શરુ કર્યા પછી અન્ય દેશો પણ ગેરકાયદે વિદેશીઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે ભારત સરકાર વતીથી આ દિશામાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીના દ્વારકા વિસ્તારમાં ગેરકાયદે રહેતા ૧૦ વિદેશી નાગરિકોને તેમના દેશ પરત મોકલ્યા હતા. આ માહિતી અધિકારીઓએ બુધવારે આપી હતી.

ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ(દ્વારકા) અંકિત સિંહના જણાવ્યા અનુસાર જે વિદેશી નાગરિકો પાસે માન્ય દસ્તાવેજો ન હતા, તેઓને ગુપ્ત માહિતીના આધારે પકડી લેવામાં આવ્યા હતા અને ફેબ્રુઆરીમાં ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલની લાંચના કેસમાં ધરપકડ

તેમણે જણાવ્યું કે દેશનિકાલ કરાયેલા લોકોમાં નાઇજીરિયાના આઠ નાગરિકો અને ઘાના અને આઇવરી કોસ્ટના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે. તેમની ઓળખ જેમ્સ ચિબુઇકે(૩૪), ક્વાટપન લુકા ડાલાંગ(૨૫), નનામડી માઇકલ ઉદુઆકા(૩૨), ચિજીઓકે ઉજાબુસ ઓનુમાજુરુ(૪૮), ડેસ્ટિની માઇકલ(૨૫), ક્રિસ ન્વાચી(૩૪), પ્રેશિયસ(૩૫) અને એજીકે ઓબાદી(૩૨) તરીકે થઇ છે, જે તમામ નાઇજીરિયાના છે. જ્યારે આઇવરી કોસ્ટના મિશેલ ઓકોઉ(૩૬) અને ઘાનાના એન્ડ્રુઝ ક્વાબેના તરીકે થઇ છે.

ડીસીપીએ જણાવ્યું કે તેમની અટકાયત બાદ ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ(એફઆરઆરઓ)એ તેમના કેસોની સમીક્ષા કરી અને દેશનિકાલના આદેશો જારી કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button