દિલ્હીમાં ગુનાખોરી ડામવા પોલીસ એક્શન મોડમાં, 36 લોકોની અટકાયત 6 ની ધરપકડ...
Top Newsનેશનલ

દિલ્હીમાં ગુનાખોરી ડામવા પોલીસ એક્શન મોડમાં, 36 લોકોની અટકાયત 6 ની ધરપકડ…

નવી દિલ્હી : દિલ્હીમાં સતત વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. જેમાં દિલ્હી પોલીસે એક સાથે 58 સ્થળોએ રેડ કરીને ગુનાહિત ઈતિહાસ ધરાવતા 36 લોકોની અટકાયત કરી અને 6 લોકોની ધરપકડ કરી છે.

જેમાં દિલ્હી અને હરિયાણામાં ગેંગસ્ટર નીરજ બવાના, કાલા જઠેરી, જીતેન્દ્ર ઉર્ફે ગોગી, રાજેશ બવાના, ટિલ્લુ તાજપુરિયા, કપિલ સાંગવાન ઉર્ફે નંદુ અને સુરેન્દ્ર મલિક ઉર્ફે નીતુ દાબોધાના સ્થળોનો સમાવેશ થાય છે.

પોલીસને મોટી માત્રામાં હથિયાર અને નાણા મળી આવ્યા

આ ઉપરાંત પોલીસે ગેંગસ્ટર નીરજ બવાનાના પિતા સહિત 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસે મોટી માત્રામાં રોકડ, સોના-ચાંદીના દાગીના અને હથિયારો જપ્ત કર્યા છે. તેમજ આ લોકોની પૂછપરછ કરી રહી છે.

ગેંગસ્ટરોના સ્થળો પર દરોડા દરમિયાન પોલીસે સાત પિસ્તોલ, એક રિવોલ્વર, ચાર દેશી બનાવટની પિસ્તોલ, એક મેગેઝિન અને 40 જીવતા કારતૂસ જપ્ત કર્યા. તેમજ 49.60 લાખ રૂપિયા રોકડા,1.36 કિલો સોનું, 14.60 કિલો ચાંદી અને એક બુલેટપ્રૂફ SUV પણ મળી આવી.

ગેંગસ્ટરના અનેક સ્થળો પર દરોડા

દિલ્હી પોલીસની ટીમે ગેંગસ્ટરના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. જયારે દિલ્હીના ખેડા ખુર્દથી શક્તિમાન, વેદપાલ અને કરાલાથી નવીનની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના કરાલાથી અંકિત ઉર્ફે વિશાલ અને હરિઓમની ધરપકડ કરી જેલ હવાલે કરાયા છે.

આ પણ વાંચો…દિલ્હી પોલીસના કોન્સટેબલની હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર, આ રીતે થયું એન્કાઉન્ટર

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button