India won world cup: Delhi policeએ આ રીતે આપ્યા અભિનંદન
ગઈકાલ રાતથી આખો દેશ ક્રિકેટના રંગમાં રંગાયો છે. ભારતે 17 વર્ષ બાદ ટી-20 વર્લ્ડ કપ પોતાને નામ કર્યો છે. ગઈકાલે રાતથી આખો દેશ જશ્ન મનાવી રહ્યો છે. લોકોની આજની રવિવારની રજા સુધરી ગઈ હોય તેમ હજુ પણ આ ઉજવણીના માહોલમાંથી બહાર આવ્યા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડી બોલીવૂડ સહિત તમામ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે દિલ્હી પોલીસે પણ અભિનંદન આપ્યા છે, પરંતુ તેમની રીત કંઈક અલગ છે.
T20 વર્લ્ડ કપમાં ભારતની રોમાંચક જીત બાદ દિલ્હી પોલીસે પણ પોતાના ટ્વીટર (એક્સ) હેન્ડલ પર અનોખી રીતે જીત માટે ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે, જે વાયરલ થયા છે. ટીમ ઈન્ડિયાને આ જીત 17 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ મળી છે. ધીરજનું ફળ મીઠું હોય છે તેમ દિલ્હી પોલીસે વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલ પર થોડી રાહ જોઈ લેવા એટલે કે ટ્રાફિક સિગ્નલ્સ ન તોડવા વિનંતી કરી છે.
દિલ્હી પોલીસે આ પોસ્ટથી લોકોને શીખવાડ્યું કે વર્ષ 2011 પછી ટીમ ઈન્ડિયાને મોટી જીત મળી છે. રાહ અને ધીરજ હતી, તો જ સફળતા મળી. એ જ રીતે ટ્રાફિક સિગ્નલ તોડીને ભાગવાને બદલે રાહ જોવી જોઈએ.
આ પણ વાંચો : 1983માં કપિલ દેવનો કેચ, હવે સુર્યાનો કેચ, જેણે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું
દિલ્હી પોલીસની આ પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી અને પોતપોતાની પ્રતિક્રિયા આપી. કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- વાહ, તમારી સોશિયલ મીડિયા ટીમ મસ્ત છે. એ સાચું છે કે સારી બાબતોમાં સમય લાગે છે. બીજાએ લખ્યું- સર, જો તમે મને પરવાનગી આપો તો મારે પણ મારા મિત્રો સાથે થોડી ખુશી મનાવી જોઈએ, શું તમે ચલણ નહીં જારી કરશો? ત્રીજાએ લખ્યું- મહેરબાની કરીને આજનું ચલણ જારી કરશો નહીં, કૃપા કરીને ચેતવણી સાથે મોકલી દો.