નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી, ખેડૂતો નોઇડા અને ગ્રેટર નોઇડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીન માટે વળતર વધારવાની માંગ કરી રહ્યા છે, આ સિવાય તેઓ જમીનના પ્લોટની પણ માંગ કરી રહ્યા છે. જેને લઈને ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનું એલાન આપ્યું હતું.
ગુરુવારે (8 ફેબ્રુઆરી), નોઈડા પોલીસ ખેડૂતો અને ગ્રામજનોની દિલ્હી તરફ કૂચને લઈને સતર્ક થઈ ગઈ અને દિલ્હી સાથેની સરહદ પર સુરક્ષા વધારી દીધી હતી. જેના કારણે આ માર્ગ પર ભારે જામ થઈ ગયો હતો, પરંતુ હાલ આ આંદોલનને લઈને સકારાત્મક ખબર આવી રહી છે.
ધરણા પર બેઠેલા ખેડૂતો 5 કલાક બાદ કિસાન એક્સપ્રેસ વે પરથી રવાના થયાના સમાચારો બહાર આવી રહ્યા છે. હાઇ લેવલ કમિટીની રચનાની સ્પષ્ટ માંગ સાથે ખેડૂતોના વિરોધનો અંત આવ્યો છે.
સમિતિના અધિકારીઓ તરફથી ખેડૂતોની માંગણીઓ 8 દિવસમાં ઉકેલવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. ખેડૂત સમિતિના અહેવાલ બાદ તેઓ આગળની રણનીતિ બનાવશે અને રાત્રે 8 વાગ્યે કમિશનર સાથે બેઠક છે.
આપને જણાવી દઈએ કે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ બપોરે ગ્રેટર નોઈડામાં આ પ્રદર્શનમાં જોડાયા હતા. જ્યારે ભારતીય કિસાન પરિષદના પ્રમુખ સુખબીર ખલીફાએ કહ્યું કે અમે રસ્તો ખાલી કરી રહ્યા છીએ અને અમારા સંબંધિત વિરોધ સ્થળોએ પહોંચી રહ્યા છીએ. અમે ખોટા આશ્વાસન નથી આપી રહ્યા, અમારી માંગણીઓ નહીં સંતોષાય તો દિલ્હી દૂર નથી.
સમિતિના અધિકારીઓ તરફથી ખેડૂતોની માંગણીઓ 8 દિવસમાં ઉકેલવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. ખેડૂત સમિતિના અહેવાલ બાદ તેઓ આગળની રણનીતિ બનાવશે અને રાત્રે 8 વાગ્યે કમિશનર સાથે બેઠક બોલાવી છે.