નેશનલ

Weather update: આગામી ચાર દિવસ ધુમ્મસથી ઘેરાયેલું રહેશે દિલ્હી-NCR, ઉત્તર ભારતાના કેટલાંક રાજ્યમાં વરસાદનું એલર્ટ

નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત સંપૂર્ણ ઉત્તર ભારતમાં ઠંડીની શરુઆત થઇ ગઇ છે. ઉપરાંત આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે. હવામાન ખાતાની આગાહી મુજબ દિલ્હી અને લખનઉમાં આગામી પાંચ દિવસ ધુમ્મસ વધશે. ઉપરાંત પંજાબ, હરિયાણા, બિહાર, યૂપીના કેટલાંક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. જ્યારે તામિલનાડુ અને કેરલામાં ભારે વરસાદને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં આજે એટલે કે મંગળવાર (24, ઓક્ટોબર) ના રોજ આકાશ ખૂલ્લું રહેશે. મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેશે. દિલ્હીમાં સોમવારે લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. જે આ ઋતુનું સામાન્ય તાપમાન છે. હવામાન ખાતામાંથી મળતી માહિતી મુજબ શહેરમાં સોમવારે એર પોલ્યુશનનો દર ઉંચો હતો. શહેરમાં બપોરે 12 વાગે એર ક્વાલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) 292 નોંધાયું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે ઝીરોથી પચાસની વચ્ચે એક્યુઆઇ સારું હોય છે. 51થી 100ની વચ્ચે સંતોષજનક, 101થી 200 વચ્ચે મધ્યમ, 201 થી 300ની વચ્ચે ખરાબ અને 301 થી 400ની વચ્ચે ખૂબ જ ખરાબ અને 401થી 500 વચ્ચે એક્યુઆઇ ગંભીર ગણાય છે.

હવામાન ખાતા અનુસાર મણિપુર, મિઝોરમસ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં 24 અને 25 ઓક્ટોબરના રોજ ધીમોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કિનારાના વિસ્તારોમાં કેટલાંક સ્થળોએ ધીમોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે.

બજી તરફ ચક્રવાદી વાદળ તૂફાન ઉત્તર પશ્ચિમ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેને પહલે માછીમારો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આઇએમડીએ ચેતવણી આપતા કહ્યું છે કે 25 ઓક્ટોબર સુધી દક્ષિણ-પશ્ચિમ અરબ સાગરમાં અને 25મી ઓક્ટોબરના રોજ રાત સુધી પશ્ચિમ મધ્ય અરબ સાગરમાં ન જવું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button