નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ગંભીર હોવાનું નોંધવામાં આવ્યું છે અને તેનો ઉલ્લેખ દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગની એડવાઈઝરીમાં કરવામાં આવ્યો છે. CPCB અનુસાર દિલ્હીમાં AQIનું સ્તર ગંભીર શ્રેણીમાં છે અને મોટાભાગના વિસ્તારોમાં તે 450 થી વધુ છે.
દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણે હાહાકાર મચાવ્યો છે. સવારથી સાંજ સુધી લોકો ધુમ્મસની છાયામાં જીવવા મજબૂર થઇ રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. 6 નવેમ્બરની સવારે, AQI સરેરાશ 450 થી ઉપર રહ્યો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, સમગ્ર દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં છે. આરકે પુરમમાં AQI 466, ITOમાં 402, પતપરગંજમાં 471 અને ન્યૂ મોતી બાગમાં AQI 488 હતો. દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર સામાન્ય કરતાં લગભગ પાંચ ગણું વધારે છે. દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ ભયાનક છે.
વધતા પ્રદૂષણ વચ્ચે દિલ્હી સરકારે સામાન્ય લોકોને કાર પૂલિંગ કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી મેટ્રોનો ઉપયોગ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. દિલ્હી સરકારના પરિવહન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે રસ્તાઓ પર વાહનોના દબાણને ઘટાડવાના ઉદ્દેશ્યથી આ સલાહ આપવામાં આવી રહી છે.
વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય અને તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ ભાગ લેશે.પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય વધી રહેલા પ્રદૂષણ અને GRAP-4ના કડક અમલને લઈને દિલ્હી સચિવાલયમાં બપોરે 12 વાગ્યે તમામ સંબંધિત વિભાગો સાથે વાત કરશે.
રાષ્ટ્રીય રાજધાનીમાં વધતા વાયુ પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે 10 નવેમ્બર સુધી 5 ધોરણ સુધીની તમામ શાળાઓ બંધ કરી દીધી છે. તે જ સમયે, સરકારે કહ્યું છે કે 6-12ના વર્ગો બંધ કરવાની કોઈ જરૂર નથી, પરંતુ જો શાળાઓ ઈચ્છે તો તેમની પાસે ઓનલાઈન વર્ગો ચલાવવાનો વિકલ્પ છે.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે