નેશનલ

દિલ્હીમાં 350 રૂપિયા માટે યુવકની હત્યા કર્યા બાદ હેવાને કરી આ હરકત

બાદમાં લાશ સામે નાચ્યો

દિલ્હીઃ દિલ્હીમાં ગુનાખોરી અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એક તરફ શ્રદ્ધાની હત્યાના કિસ્સાએ ખળભળાટ મચાવ્યો હતો, તો બીજી તરફ હવે દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાંથી હત્યાની એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં લૂંટ કરવા માટે એક આરોપીએ પહેલા એક યુવક પર 100થી વધુ વાર ચાકુ વડે હુમલો કર્યો અને બાદમાં તેના ગળા પર ચાકુ મૂકીને તેની હત્યા કરી દીધી હતી. આટલું જ નહીં હત્યા બાદ ઘાતકી હત્યારાએ મૃતદેહ પાસે ડાન્સ પણ કર્યો હતો. હવે આ ઘટનાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મળતી માહિતી મુજબ, આરોપી વ્યક્તિ સગીર છે અને આ આખી ઘટના માત્ર 350 રૂપિયામાટે બની હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળનો હેતુ લૂંટનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પહેલા પીડિતનું ગળું દબાવ્યું અને બાદમાં તેની ક્રૂરતાથી હત્યા કરી હતી.


21મી નવેમ્બરની મોડી રાત્રે 11.15 વાગ્યાની આસપાસ સગીર મૃતક પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આ વિસ્તાર ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે અને ખૂબ જ સાંકડી શેરીઓ ધરાવે છે. યુવકને જતો જોઈને તે જ વિસ્તારનો એક સગીર છોકરો લૂંટના ઈરાદે મૃતક પર પહેલા પાછળથી હુમલો કરે છે. આરોપી મૃતક પર છરીના અગણિત વાર કરે છે.


હત્યા કર્યા પછી, તે તેના મૃતદેહની સામે પણ નાચે છે અને બાદમાં મૃતદેહને તેના વાળ પકડીને શેરીની અંદર લઈ જાય છે. થોડા જ કલાકોમાં પોલીસે તે જ વિસ્તારમાંથી સગીર આરોપીને પકડી લીધો હતો, પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તેણે દારૂના નશામાં આ ગુનો કર્યો હતો અને હત્યા કર્યા બાદ તે મૃતકના ખિસ્સામાંથી 350 રૂપિયાની લૂંટ કરીને ભાગી ગયો હતો.

થઈ ગયું. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના માત્ર લૂંટના ઈરાદે આચરવામાં આવી હતી, મૃતક અને આરોપી ન તો એકબીજાને ઓળખતા હતા કે ન તો કોઈ દુશ્મની હતી.

રાજધાની દિલ્હીમાં આ હત્યાકાંડે બધાને હચમચાવી દીધા છે. આ ઘટના બાદ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે હત્યારો ગાંડો, નશામાં ધૂત દેખાતો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button