
દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે. જેમાં દિલ્હી કોર્પોરેશને હાલમાં જ જાહેર કરેલા અહેવાલ મુજબ દિલ્હીના ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમજ બે લોકોના ડેન્ગ્યુના લીધે મોત થયા છે. દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધી ડેન્ગ્યુના 1136 કેસ નોંધાયા છે.
ડેન્ગ્યુના વધતા કેસ ચિંતાજનક
દિલ્હીમાં ડેન્ગ્યુના વધતા કેસ ચિંતાજનક છે. જેમાં દિલ્હીમાં બદલાયેલા વાતાવરણમાં મચ્છરની ઉત્પતી વધી છે. જેના લીધે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે તેમજ મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. જેની કાબુમાં લેવા માટે દિલ્હી કોર્પોરેશને પગલા લેવાની શરૂઆત કરી છે.
ઓક્ટોબરમાં માસમાં નવા 307 કેસ નોંધાયા
જેમાં 25 ઓક્ટોબરના રોજના આંકડા અનુસાર ડેન્ગ્યુના કુલ 1066 કેસ નોંધાયા હતા. ચોમાસા બાદના બે મહિના સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કેસોની સંખ્યાના સતત વધારો થઈ રહ્યો છે. જેમાં સપ્ટેમ્બર માસમાં ડેન્ગ્યુના 208 નવા કેસ અને ઓક્ટોબરમાં માસમાં નવા 307 કેસ નોંધાયા હતા. છેલ્લા અઠવાડિયામાં 72 નવા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. નિષ્ણાતો કહે છે કે વરસાદ પછી પાણી ભરાવું, અપૂરતી સ્વચ્છતા અને નિયંત્રણના અપૂરતા પ્રયાસો તેની માટે જવાબદાર છે.
હેલ્થ વર્કરો વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર
તેમજ દિલ્હીમાં છેલ્લા મહિનાથી મચ્છરજન્ય રોગ નિયંત્રણમાં રોકાયેલા હેલ્થ વર્કરો વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર છે. જેની સીધી અસર કામગીરી પર જોવા મળી રહી છે. ડેન્ગ્યુ નિયંત્રણ માટે ઓક્ટોબર મહત્વપૂર્ણ છે. પરંતુ સ્ટાફની ગેરહાજરીના લીધે તે મુશ્કેલ બન્યું છે.
0
 


