નેશનલ

દિલ્હી સરકારનો મોટો નિર્ણયઃ ધારાસભ્ય ભંડોળ 15 કરોડથી ઘટાડી 5 કરોડ રૂપિયા કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી સરકારે વાર્ષિક ધારાસભ્ય લોકલ એરિયા ડેવલપમેન્ટ (એલએડી) ભંડોળને 15 કરોડ રૂપિયાથી ઘટાડીને 5 કરોડ રૂપિયા કર્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં તત્કાલિન આપ (આમ આદમી પાર્ટી)ની સરકારે વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા ધારાસભ્ય ફંડને 10 કરોડ રૂપિયાથી વધારીને 15 કરોડ રૂપિયા કર્યું હતું.

દિલ્હી સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આદેશ અનુસાર, 2 મેના રોજ કેબિનેટના નિર્ણય મુજબ ધારાસભ્ય એલએડી ફંડ પ્રતિ વિધાનસભા મતવિસ્તાર દીઠ વાર્ષિક 5 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: દિલ્હી સરકારનો મોટો નિર્ણય; 15 વર્ષથી જૂના વાહનોને નહીં મળે પેટ્રોલ…

આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટના નિર્ણયમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2025-26 થી પ્રતિ વિધાનસભા મતવિસ્તાર માટે ભંડોળની ફાળવણી દર વર્ષે 5 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ એક અમર્યાદિત ભંડોળ હશે અને મૂડી પ્રકૃતિના મંજૂર કાર્યો તેમ જ સંપત્તિના સમારકામ અને જાળવણી માટે કોઈ પણ મર્યાદા વિના ખર્ચ કરી શકાય છે.

ભાજપના એક ધારાસભ્યએ જણાવ્યું હતું કે સરકારે ધારાસભ્ય એલએડી ફંડ માટે 350 કરોડ રૂપિયા અલગ રાખ્યા છે, જે દિલ્હીના 70 ધારાસભ્યમાં પ્રત્યેકને 5 કરોડ રૂપિયા આપવામાં આવશે. અગાઉની આપ સરકારમાં 2021-22 અને 2022-23માં દરેક ધારાસભ્યને 4 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જે 2023-24માં વધારીને 7 કરોડ રૂપિયા કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button