ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાં આજે મેટ્રોના અમુક સ્ટેશન બંધ, આપના પ્રદર્શનો વાતાવરણ તંગ કરે તેવી શક્યતા

નવી દિલ્હીઃ આમ આદમી પક્ષના મુખ્ય પ્રધાન અને પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડના પગલે દિલ્હીમાં વાતાવરણ તંગ થવાની શક્યતા છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. જેના કારણે આજે દિલ્હીની મેટ્રો સેવા સહિત શહેરમાં ટ્રાફિકને અસર થઈ શકે છે.

દિલ્હીનું ITO મેટ્રો સ્ટેશન આજે 22 માર્ચે સવારે 08:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી બંધ રહેશે. ડીએમઆરસી અનુસાર, આ નિર્ણય દિલ્હી પોલીસના કહેવા પર લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે અનેક માર્ગોના ટ્રાફિક પર પણ અસર જોવા મળી શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે, જેના કારણે પોલીસ સતર્ક થઈ ગઈ છે.

દિલ્હી ટ્રાફિક પોલીસના લેટેસ્ટ અપડેટ મુજબ આજે વિશેષ વ્યવસ્થાઓને કારણે કૃષ્ણ મેનન માર્ગ, મોતીલાલ નેહરુ માર્ગ, જનપથ, ડૉ. એપીજે અબ્દુલ કલામ રોડ પર ટ્રાફિકને અસર થઈ શકે છે. ટ્રાફિક પોલીસે મુસાફરોને આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ માર્ગે પર અવરજવર ન કરવા અપીલ કરી છે.

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું કે કેજરીવાલની ધરપકડ એ દેશમાં લોકશાહીની હત્યા અને તાનાશાહીની ઘોષણા છે. EDએ અરવિંદ કેજરીવાલની ગુરુવારે સાંજે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી અને તેમને એજન્સીના હેડક્વાર્ટર લઈ જવાયા હતા. જેના કારણે કેજરીવાલના ઘર અને ભાજપ કાર્યાલય તરફ જતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે આજે દિવસભર ટ્રાફિકને અસર થઈ શકે છે. સુપ્રીમ કોર્ટ આ મામલે શું નિર્ણય આપે છે તેના પર બધાની નજર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button