દિલ્હી મેટ્રો ફરી બબાલઃ બે પ્રવાસી વચ્ચે જોરદાર મારામારી, વીડિયો વાઈરલ
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર દરરોજ દિલ્હી મેટ્રોના વીડિયો વાયરલ થતા રહે છે અને આ વીડિયો ખૂબ જ ચર્ચાનો વિષય બની રહે છે. જેમાંથી અમુક વીડિયોની પ્રસંશા કરવામાં આવે છે તો અન્યમાં ટીકા કરવામાં આવે છે. જોકે અમુક વીડિયોના વ્યૂઝના મામલામાં ટોપ પર રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી મેટ્રોના આવા ઘણા વિવાદાસ્પદ વીડિયો વાઈરલ થાય છે, જેમાં કોઈ પ્રવાસી સીટ માટે લડી રહ્યું છે અને તો કોઈ મેટ્રોમાં ગીતો ગાઈને લોકોને પરેશાન કરે છે, યા મોટે અવાજ રાખીને લોકોને પરેશાન કરવાના કિસ્સા વધી રહ્યા છે.
હાલમાં જ આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બે લોકો એકબીજા સાથે લડાઈ કરતાં દેખાઈ રહ્યા છે. વીડિયોમાં વાઈરલ વીડિયોમાં બે પ્રવાસી વચ્ચે કોઈ બાબતને લઈ વિવાદ થાય છે, ત્યાર પછી વિવાદ વધ્યા પછી બંને એકબીજાને મારવા માટે ધસી ગયા હતા. એક પ્રવાસીએ ચપ્પલ લઈને મારવા લાગ્યો ત્યારે બીજાએ પણ લાફા મારવાનું ચાલુ કર્યું હતું. જોકે, આ વીડિયો વાઈરલ થયા પછી લોકોએ દિલ્હી મેટ્રોમાં આ પ્રકારના ઝઘડા સામાન્ય હોવાનું જણાવ્યું હતું.
આ વીડિયોને @delhi.connection પરથી શેર કરવામાં આવ્યો છે, સોશિયલ મીડિયા પર આ વીડિયો પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેને દિલ્હી મેટ્રોમાં સામાન્ય બાબત માને છે, જ્યારે કેટલાક કહે છે કે આવા વીડિયો ક્યાં સુધી સહન કરવામાં આવશે. ઘણા યુઝર્સનું માનવું છે કે આ વીડિયો દર્શાવે છે કે સમાજમાં કેટલો ગુસ્સો વધી ગયો છે અને કોઈ કહે છે કે દિલ્હી મેટ્રોમાં આ હવે રોજની ઘટના બની ગઈ છે અને અહી કોઈ ને કોઈ વ્યક્તિ હંમેશા લડતા હોય છે.
દિલ્હી મેટ્રોમાં અવારનવાર સિરિયસ ઝઘડાના વીડિયો વાયરલ થતા રહે છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક છોકરી અને છોકરો સીટ માટે લડતા જોવા મળ્યા હતા. શેર થયેલા તે વીડિયોમાં મેટ્રોની સીટ પર એક છોકરો બેઠો છે અને સામે ઉભેલી છોકરી સાથે દલીલ કરી રહ્યો છે. છોકરી ખૂબ જ ગુસ્સામાં દેખાય છે. થોડી જ વારમાં આ બોલચાલ એટલી વધી જાય છે કે નજીકના મુસાફરો પણ ભેગા થઈ જાય છે અને બંને વચ્ચે ઝપાઝપી થઈ જાય છે.