નેશનલ

દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર સ્કૂલ વાન ટ્રક સાથે અથડાઈ, 11 બાળકોનો આબાદ બચાવ

આજે શનિવારે વહેલી સવારે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે (Delhi–Meerut Expressway) પર ગંભીર અક્સ્માર સર્જાયો હતો. એક સ્કૂલ વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, અકસ્માતમાં સ્કૂલ વાન ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે વાનમાં મુસાફરી કરી રહેલા 11 શાળાના બાળકોને ઈજા પહોંચી હતી. એક્સપ્રેસ વે પર લાગેલા સીસીટીવી કેમેરામાં આ અકસ્માત કેદ થયો હતો. આ અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર થોડો સમય વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, શનિવારે સવારે લગભગ 6 વાગ્યાના અરસામાં ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર એક સ્કૂલ વાન આગળ ચાલી રહેલા ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માત રિપબ્લિક ક્રોસિંગ વિસ્તારમાં થયો હતો. વાન ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે વાનમાં મુસાફરી કરી રહેલા 11 જેટલા સ્કૂલના બાળકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ બાળકોની ઉંમર 10 થી 12 વર્ષની વચ્ચે છે.

અહેવાલો મુજબ સ્કૂલના બાળકો પરીક્ષા આપવા માટે અમરોહાથી દિલ્હીના જામિયા જઈ રહ્યા હતા. સવારે 6 વાગ્યાના અરસામાં રિપબ્લિક ક્રોસિંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચતા જ વાન એક ટ્રક સાથે અથડાઈ હતી.

પોલીસ અધિકારી એ જણાવ્યું કે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તમામ બાળકો સુરક્ષિત છે. પોલીસે મૃતક ડ્રાઈવર અને ઘાયલ બાળકોના પરિવારજનોને અકસ્માત અંગે જાણ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button