દિલ્હીમાં ભાજપને ફટકોઃ ‘આપ’નો દબદબો યથાવત, મહેશ ખીંચી બન્યા મેયર
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા સેમી ફાઇનલ મનાતી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના (MCD) મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી ભારે હોબાળા વચ્ચે યોજાઈ હતી. આજના પરિણામમાં આખરે આમ આદમી પાર્ટીએ નગરપાલિકામાં પોતાનો દબદબો સાબિત કરી બતાવ્યો છે. AAP (આમ આદમી પાર્ટી)ના કોર્પોરેટર મહેશ ખીંચી નવા મેયર બન્યા છે. તેમને 133 મત મળ્યા છે. આ વર્ષે ભાજપના કોર્પોરેટરોની સંખ્યા 120 છે, પરંતુ આપના ઉમેદવારને 10 વધુ મત મળ્યા છે. આપના કોર્પોરેટર રવિન્દ્ર ભારદ્વાજ ડેપ્યુટી મેયર તરીકે બિનહરીફ ચૂંટાયા છે.
આ પણ વાંચો: ખેદ હૈઃ દિલ્હી એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે આટલી ફ્લાઇટ ડાયવર્ટ
દિલ્હીની જનતાની જીત
મહેશ ખિંચીએ MCD મેયરની ચૂંટણીની જીત બાદ, આમ આદમી પાર્ટીએ X પર સદનમાં ઉજવણીની તસવીરો પોસ્ટ કરી છે. AAP દ્વારા લખવામાં આવ્યું હતું કે, “દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા, આમ આદમી પાર્ટીએ ફરીથી ભાજપને હરાવ્યું છે. આમ આદમી પાર્ટીના મહેશ કુમાર ખીંચી MCD મેયરની ચૂંટણી જીતીને દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા છે. આ જીત માત્ર આમ આદમી પાર્ટીની નથી પણ દિલ્હીની જનતાની છે.”
दिल्ली विधानसभा चुनाव से पहले, आम आदमी पार्टी ने फिर दी भाजपा को पटख़नी✌️
— AAP (@AamAadmiParty) November 14, 2024
आम आदमी पार्टी के महेश कुमार खिची जी MCD मेयर चुनाव में जीत हासिल कर दिल्ली के नए मेयर चुने गये हैं।
ये जीत सिर्फ़ आम आदमी पार्टी की नहीं, बल्कि दिल्ली की जनता की जीत है। pic.twitter.com/4xDVPq68xZ
કેટલા મળ્યા મત?
મેયર પદની ચૂંટણીમાં કુલ 265 મત પડ્યા હતા. જેમાંથી મહેશ ખિંચીને કુલ 135 મત મળ્યા હતા પરંતુ તેમના બે મત અમાન્ય જાહેર થયા હતા જે બાદ તેમને 133 માન્ય મત મળ્યા હતા. મહેશ કુમાર ખિંચી વોર્ડ નંબર 84 દેવ નગરના કોર્પોરેટર છે. ભાજપના કિશન લાલને 130 મત મળ્યા હતા, આમ AAP ત્રણ મતથી ચૂંટણી જીતી હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ જીતની સાથે જ ઉજવણી શરૂ કરી દીધી હતી
નવા મેયરનો કાર્યકાળ 5 મહિના
આ વર્ષે મેયરની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. MCD મેયરની ચૂંટણીને લઈને ભાજપ અને AAP વચ્ચે છેલ્લા 7 મહિનાથી ખેંચતાણ ચાલી રહી હતી. એપ્રિલમાં યોજાનારી ચૂંટણી નવેમ્બરમાં યોજાઈ હતી. આવી સ્થિતિમાં નવા મેયરનો કાર્યકાળ માત્ર 5 મહિનાનો રહેશે, કારણ કે આવતા વર્ષે એપ્રિલમાં ફરીથી ચૂંટણી યોજાવાની છે.