નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Lok Sabha election results-2024: દિલ્હીમાં હલચલ, બધા કરી રહ્યા છે જીતના જશ્નની તૈયારી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી લગભગ દોઢેક મહિના બાદ પૂરી થઈ અને આવતીકાલે પરિણામ ઘોષિત થવાના છે. આવતીકાલે આ સમયે સ્પષ્ટ થઈ ચૂક્યું હશે કે જનતાએ કોને જનાદેશ આપ્યો છે. એક્ઝિટ પોલના આંકડા એનડીએ તરફી રૂઝાન બતાવે છે અને વડા પ્રધાન મોદી હેટ્રિક કરવા જઈ રહ્યા હોવાનું સ્પષ્ટ કહે છે, પરંતુ કૉંગ્રેસની અધ્યક્ષતાવાળી ઈન્ડિયા ગઠબંધન પણ પોતાના દાવાઓ પર મક્કમ છે અને 295 કરતા વધારે બેઠકો સાથે સરકાર રચવાની તૈયારીમાં હોવાનું કહે છે.

એક તરફ ભાજપ જશ્નની તૈયારી કરી રહ્યું છે. મોદીના રોડ શૉથી માંડી મીઠાઈ અને ઝંડાઓ સાથે ભવ્ય ઉજવણીનો માહોલ ભાજપના કાર્યાલયો બહાર જોવા મળે છે તો બીજી બાજુ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ બેઠકોનો દૌર કરી રહ્યા છે.

Read More: લોકસભા ચૂંટણીના પરિણામો પૂર્વે Amul દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો

આજે કૉંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ એક્ઝિટ પોલ પર જણાવ્યું કે તમે માત્ર આવતીકાલની રાહ જૂઓ, ચિત્ર જે દેખાઈ છે તેના કરતા અલગ હશે. તેમણે વિજયનો વિશ્વાસ જતાવ્યો હતો. તો એનડીએના ઘટકદળ જેડીયુના પ્રમુખ અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર દિલ્હી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચી ગયા છે અને સાંજે તેઓ ભાજપના નેતા અમિત શાહને પણ મળવાના છે.

ઈન્ડિયા ગઠબંધનને છેલ્લા બે દિવસમાં બેઠકો કરી આગળની રણનીતિ વિશે વિચાર કર્યો છે. દરમિયાન એક્ઝિટ પોલ મામલે ઘણા તર્કવિતર્ક આવી રહ્યા છે. એક્ઝિટ પોલ બાદ શેરમાર્કેટમાં ઉછાળો જોવા મળ્યો છે. ઘણા આ તમામ સ્થિતિને 2004ની ચૂંટણી પછીના પરિણામો સાથે સરખાવી રહ્યા છે.

તે સમયે અટલબિહારી વાજપેયીની સરકાર ફરી આવવાની તમામ અટકળો ખોટી પડી હતી અને યુપીએ સરકાર સત્તામાં આવી હતી અને તેને 2009માં પણ પરાસ્ત કરી શકાય ન હતી.

Read More: Loksabha ચૂંટણીમાં BJP ને જીતનો વિશ્વાસ, ઉજવણીનો મેગા પ્લાન તૈયાર, 10000 લોકો થઇ શકે છે સામેલ

ત્યારબાદ 2014માં અને 2019મા બાજપ જંગી બહુમતી સાથે સત્તામાં આવ્યો અને બે ટર્મથી દેશનું સૂકાન તેમની પાસે છે. આ દરમિયાન તેમના સાથીપક્ષો તેમની સાથે રહ્યા ન રહ્યા જેવી સ્થિતિ છે. જોકે એક્ઝિટ પોલનું માનીએ તો ભાજપ ફરી દેશભરમા ભગવો લહેરાવશે. જોકે મોદી-શાહના અબકી બાર 400 પારનો નારો સાચો પડે તેવી સ્થિતિ જણાતી નથી. બીજી બાજુ કૉંગ્રેસ અને વિપક્ષને કેટલી બેઠકો મળે છે તે પણ એટલું જ મહત્વનું છે કારણ કે તેમની માટે આ અસ્તિત્વની લડાઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button