એક સમયે આ સ્ટેશન પરથી ટ્રેન લાહોર જતી હતી અને આજે
નવી દિલ્હી: આઝાદી બાદ દેશમાં ઘણું બદલાયું છે. 1947થી આજ સુધીમાં આપણે અમેરિકા અને બીજા વિકાસશીલ દેશો સાથે હોડ લગાવી રહ્યા છીએ. જો કે હજુ એવી ઘણી જગ્યાઓએ છે જ્યાં આજે પણ કોઇ બદલાવ નથી આવ્યો કે પછી અહીના લોકો બદલાવ ઇચ્છતા જ નથી. તો ચાલો જણાવું તમને એવી એક જગ્યા વિશે તે છે દિલ્હીનું એક રેલવે સ્ટેશન જે આજે પણ યથા સ્થિતિમાં જ છે. આ સ્ટેશનની આઝાદી સમયે ખૂબ જ ચર્ચા હતી કારણકે અહીથીજ સીધા લાહોર જવા માટે ટ્રેન ઉપડતી હતી પરંતુ આજે તે કોઈ જૂના ઈતિહાસની જેમ ધરબાઈ ગયું છે કે પછી સાન ભૂલાઈ જ ગયું છે. હું વાત કરી રહી છું દિલ્હીના લોધી કોલોની રેલ્વે સ્ટેશનની
1947માં જ્યારે આઝાદી મળી ત્યારે આ સ્ટેશનથી જ ઘણા લોકો ભારત છોડીને પાકિસ્તાન ગયા હતા. કારણકે તે સમયે અહીથી લાહોર જવા માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી હતી. કોણ જાણે કેટલા હજારો લોકો એમાં મુસાફરી કરી હશે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સિકંદર બખ્તના પિતા જવાન બખ્ત તે સમયે દિલ્હીના કરોલ બાગમાં રહેતા હતા. તે પણ ભાગલા સમયે આ સ્ટેશનથી જ પાકિસ્તાન ગયા હતા.
જ્યારે આ સ્ટેશન બનાવ્યું તે પહેલા અહી લોધી કોલોની હતી જે 1930માં બની હતી અને અહી રહેતા લોકો માટે ખાસ એક સવારે અને એક સાંજે એમ બે સમય ટ્રેન દોડાવાનું શરી કરવામાં આવ્યું અને પછી 1943માં લોધી કોલોની સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. એક જમાનામાં આ રેલવે સ્ટેશન પરથી દિલ્હીની પરિક્રમા પણ કરી શકાતી હતી. ધીરે ધીરે આ સ્ટેશન બીજા સ્ટેશનોથી જોડાતું ગયું અને એજ રીતે તેની ટ્રેનો તો સમયે લાહોર સુધી લંબાવવામાં આવી.
એક સમયે લોધી સ્ટેશન પરથી શિવાજી બ્રિજ, તિલક બ્રિજ, ગાઝિયાબાદ, ફરીદાબાદ, રોહતક, સદર બજાર તેમજ અન્ય કેટલાક સ્ટેશનો સુધી જઇ શકાતું હતું. જો કે હાલમાં અત્યારે અહીંથી ફક્ત માલગાડીઓ જ પસાર થાય છે. લોઘી કોલોની માટે બનાવવામાં આવેલું આ રેલવે સ્ટેશન આ રીતે ઈતિહાસમાં ધરબાઇ જશે એ ક્યારેય વિચાર્યું નહોતું.