નવી દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે કરાયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન ઈડીએ દાવો કર્યો છે કે દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં તે આજે જ આમ આદમી પાર્ટી સામે ચાર્જશીટ દાખલ કરશે.
આ સુનાવણી દરમિયાન જસ્ટીસ સંજીવ ખન્નાએ કહ્યું કે જો તમારી પાસે પુરાવા છે… પરતું તપાસ અધિકારીએ ત્યાં સુધી કોઈની ધરપકડ ન કરવી જોઈએ કે જ્યા સુધી તે આરોપીને દોષિત સાબિત કરી શકાય તેટલા પુરતા પુરાવા ન હોય અને આજ માપદંડ હોવો જોઈએ.
આ પણ વાંચો : AAP Swati Malival Case: જાણો સ્વાતિ માલિવાલે વિભવ કુમાર પર શું આરોપ લગાવ્યા?
ઈડીએ 21 માર્ચના રોજ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી, સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ કેજરીવાલને 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. તેમને 2 જૂનના રોજ સરેન્ડર કરવાનું છે. તેમણે પોતાની ધરપકડને ગેરકાનુની બતાવતી અરજી દાખલ કરી હતી.
જસ્ટીસ સંજીવ ખન્ના અને જસ્ટીસ દિપાંકર દત્તાની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે, સુપ્રીમ કોર્ટને તેમની ધરપકડ ગેરકાનુની લાગી તો તેમણે ફરી જેલમાં જવું પડશે નહીં.
જસ્ટીસ ખન્નાએ કહ્યું કે ઈડીનું કહેવું છે કે તેની પાસે આંધ્ર પ્રદેશથી લઈને ગોવા ચૂંટણીમાં હવાલા ટ્રાન્સફરના પુરાવા છે. આ અંગે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે ધરપકડના આધાર માટે આટલું પુરતું નથી. જો કે એેએસજી રાજુએ સંઘવીની દલીલનો કોર્ટમાં વિરોધ કર્યો હતો.