નેશનલ

Delhi Liquor Policy Case: ‘કેજરીવાલને ચૂપ રહેવાનો પણ અધિકાર છે’ બોલ્યા….

Delhi Liquor Policy Caseની તપાસ કરી રહેલી સીબીઆઇએ કેજરીવાલની 5 દિવસની કસ્ટડી માંગી છે. CBIએ કોર્ટમાં દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હી લિકર પોલિસી મામલે સમગ્ર દોષ મનીષ સિસોદિયા પર નાખ્યો છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર કેજરીવાલે કહ્યું છે કે તેમને એક્સાઈઝ પોલિસી વિશે કોઈ જાણકારી નથી.

દિલ્હી લીકર પૉલિસી કેસની તપાસ કરી રહેલી ઇડીએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. હવે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ તેમની ધરપકડ કરી છે. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું છે કે તેને કેજરીવાલની પૂછપરછ કરવાની જરૂર છે. તેઓ એ નથી જણાવી રહ્યા કે વિજય નાયર તેમના હાથ નીચે કામ કરતો હતો. કેજરીવાલનું કહેવું છે કે વિજય નાયર આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજના હાથ નીચે કામ કરતો હતો.

કેજરીવાલ વતી હાજર રહેલા વકીલે વિક્રમ ચૌધરીએ જણાવ્યું હતું કે કોર્ટે પહેલા એ જોવું જોઇએ કે ધરપકડની અને રિમાન્ડની શું જરૂર છે. સીબીઆઈ ઈચ્છે છે કે કેજરીવાલ કસ્ટડીમાં રહે. આ એજન્સી કોને ખુશ કરવા માટે આવા કામ કરી રહી છે.

કેજરીવાલના વકીલે એમ પણ જણાવ્યું હતું કે તપાસ અધિકારીએ પહેલા સાબિત કરવું જોઇએ કે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. અસહકારને ધરપકડનો આધાર ના બનાવી શકાય. કેજરીવાલને ચૂપ રહેવાનો પણ અધિકાર છે.

નોંધનીય છે કે રાઉસ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેજરીવાલની તબિયત બગડી હતી. તેમનું શુગર લેવલ અચાનક નીચે જતું રહ્યું હતું. આ પછી તેમને બીજા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને ચા અને બિસ્કિટ આપવામાં આવ્યા હતા. તે સમયે સીએમ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ પણ કોર્ટ રૂમમાં હાજર હતા.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button