
નવી દિલ્હી : દિલ્હીના કાલકાજી મંદિરના પ્રસાદ મુદ્દે થયેલા વિવાદમાં મંદિરના પુજારીનું મોત થયું છે. આ અંગે મળતી માહિતી મુજબ કાલકાજી મંદિરના પૂજારી અને શ્રદ્ધાળુઓ વચ્ચે પ્રસાદ માંગવા મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધ્યો કે મારામારી સુધી પહોંચ્યો હતો.
તેમજ તેની બાદ દંડાથી પૂજારીને માર મારવામાં આવ્યો હતો. જેમાં પૂજારી ખરાબ રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન પૂજારીનું મૃત્યુ થયું હતું.
સારવાર માટે એઈમ્સના ટ્રોમાં સેન્ટરના દાખલ કરાયો
આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર 29 ઓગસ્ટના રોજ 9. 30 આ વિવાદની માહિતી મળી હતી. જેમાં કાલકાજી મંદિરમાં આરતી બાદ પ્રસાદ માંગવા મુદ્દે વિવાદ સર્જાયો હતો. તેમજ આ વિવાદ મારામારીમાં તબદીલ થયો હતો. તેમજ આરોપીએ દંડા અને મુકકાથી પૂજારી પર હુમલો કર્યો હતો.
જેના લીધે પૂજારી ખરાબ રીતે ઘાયલ થયો હતા. પૂજારીને સારવાર માટે એઈમ્સના ટ્રોમાં સેન્ટરના દાખલ કરવામાં આવ્યો હતો. જયારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પોલીસે ફરિયાદ દાખલ કરી કેસની તપાસ શરુ
દિલ્હીના કાલકાજી મંદિરના પૂજારીનું નામ યોગેન્દ્રસિંહ હતું. તે ઉત્તર પ્રદેશના હરદોઈના રહેવાસી છે. જે કાલકાજી મંદિરમાં 15 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા હતા.જોકે, આ વિવાદ બાદ લોકોએ ઘટના સ્થળેથી અતુલ પાંડે નામના યુવકને ઝડપીને પોલીસને સોંપ્યો છે. તેમજ પોલીસે ફરિયાદ દાખલ કરીને આ સમગ્ર કેસની તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો…એકલા જ આવ્યા મનવા: મૃત પત્નીના સેંથામાં પતિએ પૂર્યું સિંદૂર, હૃદયસ્પર્શી વીડિયો વાયરલ