દિલ્હીના JNL સ્ટેડિયમમાં વિશાળ સામિયાણું ધરાશાયી, 6થી વધુ લોકો ઘાયલ, NDRF ટિમ ઘટના સ્થળે

નવી દિલ્હી: દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં (Delhi jawaharlal Nehru stadium) શનિવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો. અહીં સ્ટેડિયમના ગેટ નંબર 2ના એન્ટ્રી ગેટ પર એક પંડાલ (સામિયાણું) ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 8 લોકો ઘાયલ થયા છે. જોકે, કોઈને ગંભીર ઈજા થઈ હોવાના સમાચાર નથી.
દિલ્હીના ડીસીપીના જણાવ્યા પ્રમાણે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમના ગેટ નંબર 2 પાસેના લૉનમાં કામ ચાલી રહ્યું હતું, જેનો એક ભાગ શનિવારે બપોરે તૂટી પડ્યો હતો. DCP (દક્ષિણ) અંકિત ચૌહાણે કહ્યું, ‘અમને JLN સ્ટેડિયમમાં એક ટેન્ટ તૂટી પડવાની અને કેટલાક કામદારો તેની નીચે દટાયા હોવાની માહિતી મળી હતી.
જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો જાણવા મળ્યું કે 25-30 મજૂરો દટાયેલા છે. અહીં લગ્ન માટે ટેન્ટ લગાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમણે બહાર કાઢ્યા અને તેને AIIMS ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 25-30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. NDRF ની ટિમ પણ અહી ઘટના સ્થળે પહોચીને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
તેવામાં દિલ્હીના એક ફાયર ફાઇટર વિભાગે જણાવ્યુ હતું કે તેને ફોન ઉપર સૂચના મ,અલી હતી કે JLN સ્ટેડિયમમાં એક પંડાલ ધરાશાયી થયું છે. ઘટના સ્થળેથી બે લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. અન્ય ફસાયેલા લોકોની શોધખોળ અને બચાવ કામગીરી ચાલુ છે.
આ ઘટના નજરે જોનારે જણાવ્યું હતું કે તે JLN સ્ટેડિયમમાં ગાર્ડ તરીકે કામ કરે છે. ત્યાં પંડાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કેટલાક કામદારો ત્યાં ભોજન કરી રહ્યા હતા, અચાનક પંડાલ તૂટી પડ્યો અને તે બધા તેની નીચે દટાઈ ગયા હતા.