નેશનલ

Delhi પોલીસે ISIS ના મોસ્ટ વોન્ટેડ આતંકીની ધરપકડ કરી

નવી દિલ્હી : દેશમાં 15 મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમજ આતંકી હુમલાની દહેશત વચ્ચે દિલ્હીમાં(Delhi)સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. તેવા સમયે દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી છે. જેમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની પાસેથી એક હથિયાર પણ મળી આવ્યું છે. રિઝવાનની દિલ્હીથી જ ધરપકડ કરવામાં આવી છે.

આતંકવાદી પર 3 લાખ રૂપિયાનું ઈનામ

ધરપકડ કરાયેલ આતંકવાદી રિઝવાન અલી દિલ્હીના દરિયાગંજ વિસ્તારનો રહેવાસી છે અને પુણે મોડ્યુલનો મુખ્ય ઓપરેટર છે. તે ગયા વર્ષે જુલાઈ 2023માં પુણે પોલીસની કસ્ટડીમાંથી ભાગી છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત દેશની તમામ એજન્સીઓ લાંબા સમયથી તેની શોધમાં વ્યસ્ત હતી. NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ આ આતંકવાદી પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

15 ઓગસ્ટ પહેલા રિઝવાન અલીની ધરપકડ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ માટે મોટી સફળતા છે. દિલ્હી પોલીસ અને NIA સહિતની તમામ એજન્સીઓ હવે તેની પૂછપરછ કરી રહી છે અને તેના ષડયંત્ર અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

રાત્રે 11 વાગ્યે ધરપકડ કરવામાં આવી

દિલ્હી પોલીસે જણાવ્યું કે, ગુરુવાર, 8 ઓગસ્ટે NIAને વોન્ટેડ આતંકવાદી રિઝવાન અલી વિશે ગુપ્ત માહિતી મળી હતી. આ પછી દિલ્હી પોલીસે રાત્રે લગભગ 11 વાગે દિલ્હીના બાયોડાયવર્સિટી પાર્ક પાસે ગંગા બક્ષ માર્ગથી તેની ધરપકડ કરી હતી. ધરપકડ દરમિયાન તેના કબજામાંથી 3 જીવતા કારતુસ સાથે સ્ટાર પિસ્તોલ અને બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ અંગે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે કોર્પોરેટ કર્મચારીઓએ લંચ પછી 10 મિનિટ ચાલવું શા માટે મહત્વનું છે Kriti Sanon In Greece