Top Newsનેશનલ

દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણથી મુશ્કેલી વધી, 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ…

નવી દિલ્હી : દિલ્હીના સતત વધી રહેલા પ્રદૂષણના લીધે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં AQI સતત 400 થી ઉપર રહે છે, જેનો અર્થ એ થાય કે પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં છે. તેથી દિલ્હી સરકારે કડક પગલાં લીધાં છે. જે મુજબ હવે તમામ સરકારી અને ખાનગી કચેરીઓને હવે ફક્ત 50 ટકા કર્મચારીઓને ઓફિસ બોલાવી શકાશે. જ્યારે બાકીના 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે આ પગલું જરૂરી

દિલ્હીની હવાની ખરાબ ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ દ્વારા એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP)ના સ્ટેજ III હેઠળ કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી અને એડવાઈઝરી સાથે ચર્ચા બાદ સમયપત્રકમાં સુધારો કર્યો છે. વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે આ પગલું જરૂરી છે.

જેમાં પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ, 1986 ની કલમ 5 હેઠળ જાહેર કરાયેલા આ નિર્દેશોનો દિલ્હીની તમામ સરકારી અને તમામ ખાનગી કચેરીઓ દ્વારા અમલ કરવો ફરજિયાત છે. સરકારી કચેરીઓમાં વહીવટી સચિવો અને વિભાગોના વડાઓ તેમના 50 ટકાથી વધુ કર્મચારીઓએ ઓફીસથી કામ કરવાનું રહેશે જયારે બાકીના 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરાવવા સુચના આપવામાં આવી છે.

ઘરેથી કામ કરવાના નિર્દેશોનું કડક પાલન ફરજિયાત

આ આદેશ મુજબ બધી ખાનગી સંસ્થાઓને શક્ય હોય ત્યાં તબક્કાવાર કામના કલાકો લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે કર્મચારીઓનો આવવા જવાનો સમય તબક્કાવાર રહેશે. આ ઉપરાંત, તેઓએ ઘરેથી કામ કરવાના નિર્દેશોનું કડક પાલન ફરજિયાત છે. તેમજ ઓફિસની મુસાફરી સાથે સંકળાયેલા વાહનોની અવરજવરને ઓછી કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. પરિવહન અને ઓફિસ સંબંધિત પ્રવૃત્તિઓમાંથી ઉત્સર્જન ઘટાડવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો…વાયુ પ્રદૂષણથી દિલ્હીની માઠી દશા! AQI 460ને પાર, 15 સિગારેટ પીવા જેટલું ઝેર હવામાં…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button