
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં આવકવેરા વિભાગ (Income Tax Office)ની કચેરીમાં ભયાનક આગ લાગવાને કારણે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક રવાના થઈ હતી. આ આગ બપોરના 2.24 વાગ્યાના સુમારે લાગી હોવાની જાણકારી મળ્યા પછી ફાયર બ્રિગેડના 21 ફાયર ટેન્કર ઘટનાસ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડના જવાન દ્વારા આગને નિયંત્રણમાં લેવાના પ્રયાસ ચાલુ છે. આઈટીઓ વિસ્તારના ઈન્કમ ટેક્સના સીઆર બિલ્ડિંગમાં આગ લાગી હતી, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, આગ લાગ્યા પછી કામ કરનારા કર્મચારીઓ બારીમાંથી બહાર નીકળી ગયા હતા, જ્યારે અમુક લોકોને ફાયર બ્રિગેડ દ્વારા સીડી મારફત નીચે ઉતારવામાં આવ્યા હતા.
ALSO READ: કોંગ્રેસને નવી ટેક્સ નોટિસ મળી, ITએ હવે રૂ. 3,567 કરોડ ક્લિયર કરવા કહ્યું
દિલ્હી ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું હતું કે આઈટીઓ બ્લોકના સીઆર બિલ્ડિંગમાં આગ લાગી હતી. જૂના પોલીસ કમિશનર ખાતે આ બ્લોક આવેલો છે. પહેલા એક કોલ આવ્યો હતો તેના સંબંધમાં 21 ગાડીને મોકલી હતી. આગ લાગ્યા પછી સંબંધિત વિભાગને જાણ કરી હતી, જ્યારે આગ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે, એમ ફાયર બ્રિગેડે જણાવ્યું હતું.