ટોપ ન્યૂઝનેશનલ

Delhi IAS coaching incident: ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા, MCD અને સરકાર સામે રોષ

નવી દિલ્હી: શનિવારે સાંજે દેશની રાજધાની નવી દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર(Old Rajendra Nagar)માં આવેલા કોચિંગ સેન્ટર રાવ આઈએએસ (RAU IAS) ના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ત્રણેય વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે. સાથી વિદ્યાથીના મોતથી નારાજ વિદ્યાર્થીઓ ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં ધરણા પર બેઠા છે અને દિલ્હી સરકાર, MCD અને કોચિંગ સેન્ટર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હજુ સુધી આ અકસ્માત અંગે કોચિંગ સેન્ટર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

જૂના રાજેન્દ્ર નગરમાં થયેલા અકસ્માત અંગે માહિતી આપતાં દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ મામલે ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમે સત્ય શોધવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે.

જૂના રાજેન્દ્ર નગરમાં બનેલી ઘટના અંગે AAP વિધાનસભ્ય દુર્ગેશ પાઠકે કહ્યું, “આ લો-લાઈનનો વિસ્તાર છે. આ લાઈનમાંથી પાણી વહે છે. નાળું કે ગટર તૂટી જતા ભોંયરામાં પાણી ભરાઈ ગયા. ટીમો પોતાનું કામ કરી રહી છે. ભાજપે પણ જવાબ આપવો જોઈએ કે તેઓએ શું કર્યું. તેઓ છેલ્લા 15 વર્ષથી કાઉન્સિલર છે, છતાં ગટર કેમ બનાવવામાં આવી નથી? તમામ ગટર એક વર્ષમાં બની શકતી નથી. રાજનીતિની જરૂર નથી, અત્યારે બાળકોનું જીવન મહત્વપૂર્ણ છે.”

આ ઘટના પર બીજેપી સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે, “આ બાળકો પોતાનું ભવિષ્ય સુધારવા માટે અહીં આવ્યા હતા પરંતુ દિલ્હી સરકારે સ્થાનિક લોકોની વાત સાંભળી ન હતી. અહીંના વિધાનસભ્ય દુર્ગેશ પાઠકને ગટરની સફાઈ કરાવવા માટે કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ તેમણે એવું કર્યું. ભોંયરામાં સંપૂર્ણ રીતે પાણી ભરાઈ ગયું છે અને આ મૃત્યુ માટે કેજરીવાલ સરકાર જવાબદાર છે, પરંતુ સંજોગો જોતાં વધુ મૃતદેહો મળી શકે છે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button