અમૂલ આઈસ્ક્રીમમાંથી કાનખજુરો ન હતો નીકળ્યો? દિલ્હી હાઈ કોર્ટે પોસ્ટ દૂર કરવા કેમ આદેશ આપ્યો

નવી દિલ્હી: આ વર્ષે જૂન મહિનામાં નોઈડાની રહેવાસી દીપા દેવીએ સોશિયલ મીડિયા પર અમુલના આઈસ્ક્રીમમાં કાનખજૂરો (Centipede In Amul Icecram) મળી આવવા અંગે એક પોસ્ટ કરી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે બ્લિંકિટ એપ(Blinkit) પરથી ખરીદવામાં આવેલી અમૂલ વેનીલા આઈસ્ક્રીમ ટબમાં કાનખજૂરો મળી આવ્યો હતો. હવે આ મામલો હાઈ કોર્ટ(Delhi Highcourt)માં પહોંચ્યો છે.
દિલ્હી હાઈકોર્ટે નોઈડાના રહેવાસીને સોશિયલ મીડિયા પોસ્ટ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે, દિલ્હી હાઈકોર્ટે વધુ એક આદેશ જાહેર કરીને X, YouTube અને Meta સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વાંધાજનક સામગ્રીને દૂર કરવા કહ્યું છે. જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના વકીલો અને કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વકીલોની દલીલો સાંભળ્યા બાદ 24 જુલાઈએ આ આદેશ આપ્યો હતો. GCMMF ના વકીલે ધ્યાન દોર્યું કે ઘણી તકો હોવા છતાં, નોઈડાનારહેવાસી કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ ગયા છે.
આ પણ વાંચો: Malad Human Finger Found In Icecream: આઈસ્ક્રીમ બનાવનારી કંપનીએ નિવેદન આપતા કહ્યું કે અમે…
હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે જો વીડિયો અને પોસ્ટ અથવા તેના કોઈપણ ભાગ, ફ્રેમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવે છે, તો તેને 36 કલાકની અંદર સંબંધિત પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવે. સંબંધિત પોસ્ટ્સના URL પહેલેથી જ X, YouTube અને Meta વગેરે સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્ના વકીલોને આપવામાં આવ્યા છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘જો અમૂલને એવી કોઈ અન્ય પોસ્ટ મળશે જેમાં આવો વીડિયો અથવા પોસ્ટ અથવા તેનો કોઈ ભાગ અપલોડ કરવામાં આવ્યો છે, તો અમૂલ તેને લેખિત સંદેશાવ્યવહાર દ્વારા સોશિયલ મીડિયાના ધ્યાન પર લાવશે અને 36 કલાકની અંદર સંબંધિત URL દૂર કરવામાં આવે.”
ગુજરાતના તમામ ડેરી યુનિયનોની સર્વોચ્ચ સંસ્થા જીસીએમએમએફના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમૂલના ઈતિહાસમાં આ પ્રકારનો પહેલો નિર્ણય છે, જે અમૂલ ઉત્પાદનો વિરુદ્ધ કોઈપણ ગ્રાહક દ્વારા સોશિયલ મીડિયાના દુરુપયોગને રોકવા માટે લેવામાં આવ્યો છે. એ વાત પ્રસ્થાપિત થઈ છે કે કોઈ પણ ગ્રાહકને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર અને બદનક્ષીભરી પોસ્ટ કરીને પૈસા પડાવવાનો કોઈ અધિકાર નથી.’