દિલ્હીની હૉસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ…. આઇસ બાથ ટબ
રાજધાની દિલ્હીમાં કાળઝાળ ગરમીના કારણે હિટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આવા દર્દીઓને અસરકારક સારવાર માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં આવતા હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે બરફથી ભરેલા ફુલાવી શકાય તેવા બાથ-ટબ રાખવામાં આવ્યા છે.
લોહિયા હોસ્પિટલના ઇમર્જન્સી મેડિસિન વિભાગના અધ્યક્ષ ડોક્ટર સીમા વાસનિકે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં જો કોઈ હિટ-સ્ટ્રોકનો દર્દી ગંભીર સ્થિતિમાં આવે છે તો તેને રેડ ઝોન માં લઈ જવામાં આવે છે. તેનું ઇન્ટ્યુબેશન કરવામાં આવે છે.
અમારે ત્યાં ફુલાવેલા ટબ્સ રાખવામાં આવ્યા છે. અમે દર્દીને વેન્ટિલેટર પર પણ મૂકીએ છીએ અને તેને બરફ અને ઠંડા પાણીથી ભરેલા બાધતાબમાં પણ મૂકીએ છીએ જેથી તેનો તાપમાન ઝડપથી નીચે આવી શકે ત્વરિત સારવારના મહત્વ પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે હિટ-સ્ટ્રોકની સારવાર શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવી જોઈએ, નહીં તો મૃત્યુદર 80% સુધી વધી શકે છે અને જો આપણે દર્દીને સારવાર સમયસર શરૂ કરી દઈએ તો મૃત્યુદર ઘટીને દસ ટકા થઈ શકે છે.
નોંધનીય છે 30 મેના રોજ સમગ્ર દેશમાં 41 સ્થળોએ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું. દિલ્હીના અનેક વિસ્તારોમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં પ્રવર્તતી રહેલા ભારે ગરમીના સ્થિતિ 30 મેથી ધીમે ધીમે ઓછી થશે કોંકણ અને ગોવાના ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 28 મેના રોજ પંજાબ અને હરિયાણા ચંદીગઢ અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે હતું અગાઉ હવામાન વિભાગે સ્પષ્ટતા કરી હતી કે બુધવારે દિલ્હીમાં નોંધાયેલું મહત્વ મહત્તમ 52 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સેન્સરમાં ભૂલ અથવા સ્થાનિક પરિબળને કારણે હતું હવામાન વિભાગે જણાવ્યું હતું કે તે ડેટા અને સેન્સરની તપાસ કરી રહી છે.