નવી દિલ્હી : દિલ્હી(Delhi)હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને(Arvind Kejriwal)દારૂ કૌભાંડ કેસમાં નીચલી કોર્ટમાંથી મળેલા જામીન પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી સુધી જામીન પર સ્ટે મુક્યો છે. હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની એ દલીલને ફગાવી દીધી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજી પર વહેલી સુનાવણીની કોઈ જરૂર નથી.દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ગુરુવારે નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા જેની સામે EDએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.
કેજરીવાલના જામીનના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અરવિંદ કેજરીવાલના જામીનના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે, જેના પર સુનાવણી ચાલી રહી છે. જસ્ટિસ સુધીર કુમાર જૈન અને રવિન્દર દુડેજાની વેકેશન બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. ED તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે અમને નીચલી કોર્ટમાં કેસની દલીલ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી.
ASG રાજુએ કહ્યું કે, ‘લેખિત રજૂઆત કરવા માટે સમય ન આપવો બિલકુલ યોગ્ય નથી’. EDએ પીએમએલએની કલમ 45નો ઉલ્લેખ કર્યો છે. ASG રાજુએ કહ્યું કે અમારો કેસ ઘણો મજબૂત છે. સિંઘવીની હાજરી સામે વિરોધ દર્શાવ્યો હતો.
કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ પર
EDએ તેની અરજીમાં કહ્યું હતું કે તપાસના મહત્વના તબક્કે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસને અસર થશે કારણ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ પર છે. આજે આ પહેલા EDના વકીલે હાઈકોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી. ED વતી એએસજી રાજુ અને વકીલ ઝોએબ હુસૈન હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા. કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા.
Also Read –