Delhi High Court: મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ અંગે દિલ્હી સરકાર પાસેથી જવાબ માંગ્યો | મુંબઈ સમાચાર

Delhi High Court: મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ અંગે દિલ્હી સરકાર પાસેથી જવાબ માંગ્યો

દિલ્હીમાં શ્રેષ્ઠ મેડિકલ સુવિધાઓ હોવાના દિલ્હી સરકારના દાવા પર દિલ્હી હાઈ કોર્ટે સવાલ ઉભા કર્યા હતા. હાઈ કોર્ટે ગંભીર રીતે બીમાર કે ઘાયલ દર્દીઓની સારવાર માટે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું છે કે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાત પ્રમાણે કેમ નથી. કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન સિંહ અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની બેન્ચે સરકારને પૂછ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં સ્વાસ્થ્ય ક્ષેત્રના વિસ્તરણ માટે કેટલા પૈસા ખર્ચવામાં આવ્યા.

હાઈ કોર્ટે સરકારને શહેરની તમામ હોસ્પિટલો માટે એવા પ્રકારનું કેન્દ્રીય પોર્ટલ બનાવવા માટે વિચારણા કરવાનું કહ્યું હતું, જેની મદદથી જરૂર પડ્યે ઉપલબ્ધ બેડ્સની સંખ્યા અને તેના પ્રકાર અંગે જાણી શકાય. સરકારી હોસ્પિટલોમાં ICU બેડ અને વેન્ટિલેટરની અછતના મુદ્દે 2017માં દાખલ કરાયેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણી દરમિયાન બેન્ચે આ નિર્દેશ આપ્યો હતો.


કોર્ટની મદદ માટે નિયુક્ત એડવોકેટ અશોક અગ્રવાલે તાજેતરની ઘટનાનું ઉલ્લેખ કર્યો હતો જેમાં એક વ્યક્તિ ચાલતી પીસીઆર વાનમાંથી કૂદતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરંતુ ચાર સરકારી હોસ્પિટલોએ તેમને દાખલ કરવાની ના પાડી હતી

સંબંધિત લેખો

Back to top button