નેશનલ

‘દિલ્હી સરકાર ફટકારને જ લાયક છે’ હાઈકોર્ટની ફટકાર બાદ, અરજદારના AAPપર પ્રહાર

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી(AAP) સતત દાવો કરી રહી છે કે દિલ્હીમાં પાર્ટીની સરકાર રચાયા બાદથી દિલ્હીના શિક્ષણ(Delhi Education)માં ક્રાંતિકારી બદલાવો આવ્યા છે, પરંતુ ગઈ કાલે દિલ્હી હાઈકોર્ટ(Delhi High court)એ શિક્ષણ બાબતે દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. દિલ્હી હાઈકોર્ટમાં અરજદાર અશોક અગ્રવાલે દિલ્હી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે દિલ્હી સરકાર ફટકારને જ લાયક છે.

અરજદાર અશોક અગ્રવાલે સરકારી શાળાઓમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનો પુરવઠો ન આપવા અંગે કોર્ટમાં અરજી કરી હતી. આ શાળાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી(MCD) દ્વારા સંચાલિત છે.

અશોક અગ્રવાલે જણાવ્યું કે “દિલ્હી સરકાર ફટકારવાને લાયક હતી. તેમની જાહેરાતોમાં બતાવવામાં આવે છે કે તેઓ વિશ્વ સ્તરની શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી રહ્યા છે. જોકે, વાસ્તવિકતા સાવ જુદી છે. મેં દિલ્હી સરકાર અને MCDની ઘણી શાળાઓ જોઈ છે. મેં એક વર્ગમાં 140 વિદ્યાર્થીઓ અને ત્રણ વર્ગોને સાથે બેઠેલા જોયા છે. ત્યાં પાણીની કોઈ સુવિધા ન હતી.”

એડવોકેટ આશિક અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ, MCD સંચાલિત શાળાઓમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવી એ દિલ્હી સરકારની ફરજ છે. વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો, નોટબુક, લેખન સામગ્રી અને યુનિફોર્મ મેળવવા માટે હકદાર છે, પરંતુ હાઈકોર્ટની સુચના બાદ નોટબુક મોકલવામાં આવી હતી, જયારે વિદ્યાર્થીઓને હજુ પણ પુસ્તકો નથી મળ્યા.

શુક્રવારે, દિલ્હી હાઈ કોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ (ACJ) મનમોહનની આગેવાની હેઠળની બે ન્યાયાધીશોની બેન્ચે AAP સરકારને ઠપકો આપ્યો હતો, કોર્ટે કહ્યું કે “તમે રાષ્ટ્રીય હિત કરતાં પક્ષના રાજકીય હિતોને પ્રાધાન્ય આપ્યું છે.”

બેન્ચે કહ્યું કે “તમે (દિલ્હી સરકારે) તમારા હિતને વિદ્યાર્થીઓના હિત કરતાં ઉપર રાખ્યું છે. તમે તમારા રાજકીય હિતને અગ્રીમ સ્થાન આપ્યું, આ સત્તાનો ઘમંડ છે, ”

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા AAPના રાષ્ટ્રીય સંયોજક અને મુખ્ય પ્રધાન કેજરીવાલની ધરપકડ સામે પાર્ટી સતત વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button