ટોપ ન્યૂઝનેશનલ

રાજધાની દિલ્હીમાં બે જુથ વચ્ચે અંધાધુધ ફાયરિંગ; 5 લોકો ઘાયલ

નવી દિલ્હી: સોમવારે રાત્રે ઉત્તર-પૂર્વ દિલ્હીના જ્યોતિ નગર વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલી ગોળીબારની ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે કે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

5 લોકો ઘાયલ
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 3 માર્ચે રાત્રે 9 વાગ્યે, જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં ગોળીબારની ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. જાણ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે તેના પુત્રને અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી છે. જ્યારે પોલીસ ટીમ પહોંચી ત્યારે 2 જૂથો વચ્ચે ગોળીબાર થઈ હતી જેમાં 5 લોકો ઘાયલ થયા હતા.

https://bombaysamachar.com/national/delhi-bans-petrol-for-vehicles-older-than-15-years/Also read: દિલ્હી સરકારનો મોટો નિર્ણય; 15 વર્ષથી જૂના વાહનોને નહીં મળે પેટ્રોલ…

ફોરેન્સિક એક્સપર્ટ કરશે ઘટનાસ્થળની તપાસ
પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળની તપાસ માટે ક્રાઈમ ટીમ અને ફોરેન્સિક એક્સપર્ટને બોલાવવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે ફાયરિંગમાં સંડોવાયેલા શંકાસ્પદોને ઓળખવા અને ધરપકડ કરવા માટે ટેકનિકલ અને મેન્યુઅલ ઇનપુટ્સનું વિશ્લેષણ કરવા માટે ટીમોની રચના કરવામાં આવી છે.

વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ગોળીબાર પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી અને પોલીસ હાલ જૂની અદાવતનાં કારણની તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોની પૂછપરછ અને વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ દરમિયાન પરિસ્થિતિ વધુ તંગ ન બને તે માટે આસપાસના વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button