નેશનલ

Delhi વિધાનસભા ચૂંટણીમાં અજિત પવારની એનસીપીની એન્ટ્રી, 11 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત

નવી દિલ્હી : દિલ્હી(Delhi)વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓએ તૈયારી આરંભી દીધી છે. તેવા સમયે અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. એનસીપીએ દિલ્હીમાં 11 બેઠક પર ઉમેદવારોને ટિકિટ આપી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. પરંતુ દિલ્હીમાં પાર્ટીએ 11 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

એનસીપીના સંસદીય બોર્ડની મંજૂરી બાદ નામની જાહેરાત

એનસીપીના સંસદીય બોર્ડની મંજૂરી બાદ પ્રથમ તબક્કામાં 11 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. એનસીપીએ બુરારી, બદલી, મંગોલપુરી, ચાંદની ચોક, બલી મારન, છતરપુર, સંગમ વિહાર, ઓખલા, લક્ષ્મી નગર, સીમા પુરી અને ગોકુલ પુરીથી ઉમેદવારોની જાહેરાત કરી છે. ઉમેદવારોના નામ આ મુજબ છે.

  1. બુરારીથી રતન ત્યાગી
  2. બદલીથી મુલાયમ સિંહ
  3. મંગલપુરી થી ખેમચંદ
    4.ચાંદની ચોકથી ખાલિદુર રહેમાન
  4. બલી મારનથી મોહમ્મદ હારૂન
  5. છતરપુર થી નરેન્દ્ર તંવર
    7.સંગમ વિહારથી કમર અહેમદ
    8.ઓખલાથી ઈમરાન સૈફી
  6. લક્ષ્મીનગર થી નમાહા
  7. સીમાપુરીથી રાજેશ લોહિયા
  8. ગોકુલપુરીથી જગદીશ ભગત

એનડીએ સાથે ગઠબંધનનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો

તાજેતરમાં NCP નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે તેમની પાર્ટી દિલ્હીમાં પહેલા પણ ચૂંટણી લડતી રહી છે અને આ વખતે પણ ચૂંટણી લડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગઠબંધન માટે એનડીએ સાથે પણ ચર્ચા કરવામાં આવશે. જો કે, NCPએ જે રીતે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે ભાજપ સાથે ગઠબંધન કરીને આ ચૂંટણી લડી રહી નથી.

Also read: AAPએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી, ઉમેદવારોની પહેલી યાદી જાહેર

દિલ્હીમાં કુલ 70 વિધાનસભા સીટો

દિલ્હીમાં કુલ 70 વિધાનસભા સીટો છે. જેમાં આમ આદમી પાર્ટીએ તમામ 70 વિધાનસભા સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે તેના બે ઉમેદવારોની યાદીમાં અત્યાર સુધીમાં 47 ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે બાકીના ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. જ્યાં AIMIM એ દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને મુસ્તફાબાદથી મેદાનમાં ઉતાર્યો છે સૂત્રોનું કહેવું છે કે દિલ્હી રમખાણોના આરોપી શાહરૂખ પઠાણને પણ સીલમપુરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

પરંતુ આજે જે રીતે એનસીપીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાના 11 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડીને ચૂંટણીનો પ્રારંભ કર્યો છે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે દિલ્હીની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button