Delhi Electionમાં કેટલાક નેતાઓએ હેટ્રીક લગાવી તો કેટલાક ચાર વાર જીત્યા, 70 માંથી 32 નવા ચહેરા
![In Delhi Election, some leaders scored a hat-trick, while some won four times, 32 out of 70 new faces](/wp-content/uploads/2025/02/delhi-election-1.webp)
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીના (Delhi Election) પરિણામમાં આપનો સફાયો થયો છે અને ભાજપે 27 વર્ષ બાદ ફરી સત્તા મેળવી છે. જ્યારે હવે મુખ્યમંત્રીના નામ પર ભાજપ મંથન ચાલી રહ્યું છે. તેવા સમયે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા 70 ધારાસભ્યોમાંથી 32 પ્રથમ વખત વિધાનસભાના સભ્ય બન્યા છે. જ્યારે અનેક નેતાઓ જીતની હેટ્રીક પણ લગાવી છે.
![In Delhi Election, some leaders scored a hat-trick, while some won four times, 32 out of 70 new faces](/wp-content/uploads/2025/02/sahiram-delhi.webp)
મોહન સિંહ બિષ્ટ મુસ્તફાબાદથી છઠ્ઠી વખત ચૂંટણી જીત્યા
ભાજપના વરિષ્ઠ નેતા મોહન સિંહ બિષ્ટે મુસ્તફાબાદથી ચૂંટણી જીતીને છઠ્ઠી વખત ધારાસભ્ય બનીને શોએબ ઇકબાલના રેકોર્ડની બરાબરી કરી છે. આ ઉપરાંત ભાજપના અરવિંદર સિંહ લવલી અને રાજકુમાર ચૌહાણ પાંચમી વખત ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા. ભાજપ અને આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ સતત ચોથી વખત જીત્યા છે. જેમાં ભાજપના ઓમ પ્રકાશ શર્મા, કુલવંત રાણા, તલવિંદર સિંહ મારવાહના નામનો સમાવેશ થાય છે. જ્યારે આમ આદમી પાર્ટીના સંજીવ ઝા, સોમદત્ત, વિશેષ રવિ, જરનૈલ સિંહ, અજય દત્ત, વીર સિંહ ધિંગન પણ સતત ચોથી વખત જીત્યા છે.
![In Delhi Election, some leaders scored a hat-trick, while some won four times, 32 out of 70 new faces](/wp-content/uploads/2025/02/sahiram-pehalwan.webp)
સહીરામ અને અમાનતુલ્લાહે જીતની હેટ્રિક બનાવી
આમ આદમી પાર્ટીના ગોપાલ રાય, ઇમરાન હુસૈન, સહીરામ અને અમાનતુલ્લાહે જીતની હેટ્રિક બનાવી છે. આ યાદીમાં ભાજપના વિજેન્દ્ર ગુપ્તા, કૈલાશ ગેહલોત, કરતાર સિંહ તંવરના નામ પણ શામેલ છે. જેમણે સતત ત્રણ વખત વિધાનસભા ચૂંટણી જીતી છે. જોકે, કૈલાશ ગેહલોત અને કરતાર સિંહ તંવર છેલ્લી ચૂંટણીમાં આપની ટિકિટ પર જીત્યા હતા.ગોપાલ રાયે બાબરપુરથી ચૂંટણી લડી હતી અને ભાજપના અનિલ કુમાર વશિષ્ઠને 18994 મતોથી હરાવ્યા હતા. અમાનતુલ્લાહે ઓખલા બેઠક પરથી ભાજપના મનીષ ચૌધરીને 23639 મતોથી હરાવ્યા છે. બલ્લીમારનથી આપના ઇમરાન હુસૈને ભાજપના કમલ બાગરીને 29823 મતોથી હરાવ્યા.
કૈલાશ ગેહલોત ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. પરંતુ ભાજપે તેમને બિજવાસન બેઠક પરથી ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ કૈલાશ ગેહલોત સામે સુરેન્દ્ર ભારદ્વાજને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ કૈલાશ ગેહલોત 11276 મતોથી ચૂંટણી જીતી ગયા. જ્યારે વિજેન્દ્ર ગુપ્તાએ રોહિણી બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદીપ મિત્તલને 37816 મતોના મોટા માર્જિનથી હરાવ્યા હતા.
આ પણ વાંચો…આ દિગ્ગજ ભારતીય ક્રિકેટરે ડિવોર્સની અફવા વચ્ચે આપ્યું લોકોને લગ્નનું આમંત્રણ, ચાર દિવસ સુધી ચાલશે…
![In Delhi Election, some leaders scored a hat-trick, while some won four times, 32 out of 70 new faces](/wp-content/uploads/2025/02/hat-trick-leader-in-delhi.webp)
આ નેતાઓએ જીતની હેટ્રિક લગાવી
આ ઉપરાંત આમ આદમી પાર્ટીના અનિલ ઝા અને ભાજપના મનોજ શૌકીન, મનજિંદર સિંહ સિરસા, પ્રદ્યુમન રાજપૂત અને રામ સિંહ નેતાજી પણ ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. જ્યારે ભાજપના સતીશ ઉપાધ્યાય,આશિષ સૂદ,રેખા ગુપ્તા, શિખા રોય,એડવોકેટ સૂર્ય પ્રકાશ ખત્રી,હરીશ ખુરાના અને શ્યામ શર્મા જેવા નેતાઓ પ્રથમ વાર ધારાસભ્ય બન્યા છે.