Delhi election results: આ છ મુસ્લિમ મતદાર સંઘો પર સૌની નજર | મુંબઈ સમાચાર

Delhi election results: આ છ મુસ્લિમ મતદાર સંઘો પર સૌની નજર

નવી દિલ્હીઃ દેશની રાજધાનીની વિધાનસભા ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. સતત બે વાર આમ આદમી પક્ષ દેશની રાજધાનીનું સૂકાન સંભાળી રહ્યું છે, જેમાં મુસ્લિમ મતદારોનું પણ સમર્થન મહત્વનું છે, ત્યારે આ ચૂંટણીમાં મુસ્લિમ મતદારોએ ફરી આપ પર જ વિશ્વાસ મૂક્યો છે કે પછી બાજપને એક તક આપવાનો વિચાર કર્યો છે તે થોડા સમયમાં જ સ્પષ્ટ થઈ જશે.

આ પણ વાંચો…દિલ્હીની મહિલાઓ કોના પર મહેરબાનઃ પહેલીવાર પુરુષો કરતા વધારે કર્યું છે મતદાન

દિલ્હીમાં મુસ્લિમ મતદારોની બહુમતીવાળા છ વિસ્તારો છે. સિલમપુર, મુસ્તફાબાદ, ઓખલા, ચાંદની ચોક, બલ્લીમારાન ,સીમાપુરી આ છ મતદાર વિસ્તારોમાં મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ છે. આ વખતે તેઓ આપ કરતા ભાજપ તરફ વધુ વળ્યા હોવાના અહેવાલો છે ત્યારે સૌની નજર આ છ મતવિસ્તાર પર ટકેલી છે. આ મતવિસ્તારોના પરિણામો રાજધાનીના મુસ્લિમોના વલણને પણ દર્શાવશે.

સંબંધિત લેખો

Back to top button