નેશનલ

Delhi વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ઓવૈસીની પાર્ટીના ઉમેદવારોના થયા આવા હાલ

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા(Delhi Election Result)ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. જ્યારે સત્તાધારી પક્ષ આપનો પરાજય થયો છે. જોકે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અન્ય પક્ષોએ પણ કિસ્તમ અજમાવી હતી. જેમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ પણ કિસ્મત અજમાવી હતી. જેમાં પાર્ટી બે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો મુસ્તફાબાદ અને ઓખલા પરથી પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પરંતુ ભાજપની આંધીમાં આ ઉમેદવારોએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ એક બેઠક પર એઆઇએમઆઇએમના ઉમેદવારના લીધે આપના ઉમેદવારની હાર થઇ હતી.

આ પણ વાંચો: Delhi Election Results: દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હારના આ રહ્યા 5 કારણો

ઓખલામાં એઆઇએમઆઇએમના ઉમેદવાર મુશ્કેલીમાં મુકાયા

જેમાં આપણે આ બે મુસ્લિમ બેઠકમાંથી ઓખલાના રાજકીય ગણિત પર નજર કરીએ તો આ બેઠક પર મુસ્લિમ મતદારોની સંખ્યા 55 ટકાછે.જે કોઈપણ ઉમેદવારની જીત કે હારમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ જ કારણ છે કે ભાજપ સિવાય તમામ પક્ષોએ મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આપે તેના વર્તમાન ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને મેદાનમાં ઉતાર્યા હતા અને તેઓ ફરી એકવાર જીતી રહ્યા હોય તેવું લાગતું હતું.

અમાનતુલ્લાહને 51 હજાર મત મળ્યા હતા

શિફા-ઉર-રહેમાન ખાન એઆઇએમઆઇએમના ચૂંટણી પ્રતીક પતંગ સાથે મેદાનમાં હતા. અરીબા ખાન કોંગ્રેસ તરફથી અને મનીષ ચૌધરી ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા હતા. ઓખલામાં ઓવૈસીની પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું. ભાજપ અને કોંગ્રેસને પાછળ છોડીને બીજા સ્થાને રહ્યું. 23 માંથી 11 રાઉન્ડની ગણતરી બાદ અમાનતુલ્લાહને 51 હજાર મત મળ્યા હતા અને તેઓ તેમના નજીકના હરીફ શિફા-ઉર-રહેમાન કરતાં 22 હજાર મતોથી આગળ હતા.

શિફા 29 હજાર મતો સાથે બીજા સ્થાને રહી હતી અને મનીષ 14 હજાર મતો સાથે ત્રીજા સ્થાને રહી હતી. અરિબા ખાસ અસર કરી શકી નહીં અને તેમને ફક્ત સાડા આઠ હજાર મત મળ્યા.

તાહિર હુસૈનને એઆઇએમઆઇએમ ઉમેદવારની બાજી બગાડી

જ્યારે બીજી બેઠક મુસ્તફાબાદમાં દિલ્હી રમખાણોના કેસના મુખ્ય આરોપી તાહિર હુસૈનને ઓવૈસીની પાર્ટીએ ટિકિટ આપી હતી. જેમાં લગભગ 44 ટકા મુસ્લિમ મતદારો ધરાવતી આ વિધાનસભા બેઠક પર ભાજપના મનોહર સિંહ બિષ્ટે જીત મેળવી છે. અહીં ભાજપના ઉમેદવારની જીતનું અંતર 17578 મત છે. જ્યારે આપના આદિલ અહેમદ ખાનને 67637 અને તાહિર હુસૈનને 33474 મત મળ્યા. આ આંકડા દર્શાવે છે કે એઆઇએમઆઇએમ ઉમેદવાર ત્રીજા સ્થાને આવ્યા હોવા છતાં. તેણે આપ ઉમેદવારનો રસ્તો રોકી દીધો. જો મુસ્લિમ મતોનું વિભાજન ન થયું હોત તો આદિલ ભાજપના મનોહર સિંહ બિષ્ટ કરતા વધુ મત મેળવી શક્યા હોત.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button