Delhi Election: વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો આંચકો, આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા(Delhi Election) ચૂંટણી 5 ફેબ્રઆરીના રોજ યોજવાની છે. જેને પગલે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર ઝુંબેશમાં જોતરાયા છે. તેમજ એક બીજા વિરુદ્ધ આક્ષેપો કરી રહ્યા છે. જ્યારે ચૂંટણી પૂર્વે પાર્ટીના નારાજ કાર્યકરો એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની પ્રવુતિ વધતી હોય છે. જે અંતર્ગત આજે કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસના સીનિયર નેતા લોકેશ બંસલે કોંગ્રેસનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
દિલ્હીમાં કોંગ્રેસ શૂન્ય થઈ : કેજરીવાલ
કોંગ્રેસના સીનિયર નેતા લોકેશ બંસલના આપમાં જોડાવાથી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ આમ આદમી પાર્ટીમાં લોકેશ બંસલનું સ્વાગત કરતાં આપ કન્વીનર અરવિંદ કેજરીવાલે કોંગ્રેસેને આડે હાથે લીધી હતી. તેમજ કહ્યું હતું કે લોકેશ બંસલ આપ માં આવતા જ દિલ્હીમાં કોંગ્રેસ શૂન્ય થઈ છે. લોકેશ બંસલ કોંગ્રેસમાં દેશ માટે કશું કરવા માટે જોડાયા હતા. જો કે કોંગ્રેસે ભાજપ સાથે હાથ મિલાવી દીધા.
કોંગ્રેસના અન્ય બે નેતાઓ પણ આપમાં જોડાયા
દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના અન્ય બે નેતાઓ પણ આપમાં જોડાયા છે. જેમનું સીએમ આતિષીએ ખેસ અને પાધડી પહેરાવીને સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના કાલકાજી મત વિસ્તારના લધુમતી સેલના પ્રમુખ ફરાન ચૌધરી અને બદરપુર જાલેના સોશિયલ મીડિયા પ્રમુખ પરવેઝ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આમ આદમી પાટીમાં કોંગ્રેસના અનેક કાર્યકરો જોડાયા
આ પૂર્વે પણ કોંગ્રેસમાંથી આમ આદમી પાટીમાં કોંગ્રેસના અનેક કાર્યકરો જોડાયા હતા. જેમાં યુવા કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ કાલકાજી જસપ્રીત સિંહ અટવાલ, યુવા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કાલકાજી નદીમ ખાન, જિલ્લા સંગમ વિહાર યુવા પાંખના પૂર્વ ઉપાધ્યક્ષ ગુરપ્રીત સિંહ અટવાલ. ખટીક સમાજની ઉપપ્રમુખ શકુંતલા પારેવા અને દિલ્હી યુથ કોંગ્રેસના ગજેન્દ્ર સિંહ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.