નેશનલ

Delhi Election 2025: મતદાર યાદી મુદ્દે રાજકારણ ગરમાયું, સીએમ આતિશીએ ચૂંટણી કમિશનર સાથે મુલાકાતની માંગ કરી…

નવી દિલ્હી : દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને(Delhi Election 2025)મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટી હાલ એક્શન મોડમાં છે. તેમજ દરરોજ નવા નવા મુદ્દા ઊભા કરીને પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. સીએમ આતિશીએ બુધવારે મુખ્ય ચૂંટણી કમિશનરને બીજો પત્ર લખ્યો હતો. સીએમ આતિશીએ મુખ્ય ચૂંટણી કમિશનર સાથે તાત્કાલિક મુલાકાતની માંગ કરી છે. આતિશીએ કહ્યું તમને મળવાનો સમય આપવામાં વાંધો કેમ છે? દિલ્હીની ચૂંટણીને હવે માત્ર 27 દિવસ બાકી છે. દિલ્હીમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે તમારી મુલાકાત જરૂરી છે. દિલ્હીની ચૂંટણી પર સમગ્ર દેશ અને મીડિયાની નજર છે.

મતદારોના નામ કમી કરવા મુદ્દે મળવાનો સમય માંગ્યો

દિલ્હીના સીએમ આતિશીએ 5 જાન્યુઆરીએ એક પત્ર દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરને મળવાનો સમય પણ માંગ્યો હતો. તેમણે નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવા અને ઉમેરવા અંગે પંચ પાસે સમય માંગ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને લખેલા પત્રમાં કહ્યું કે આ મારા અગાઉના 05.01.2025ના પત્રના સંબંધમાં છે,

આ પણ વાંચો : Delhi Election : અરવિંદ કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોક, સનાતન સેવા સમિતિ વિંગની જાહેરાત કરી…

જેમાં નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં મતદારોના નામ કમી કરવા અને ઉમેરવાના મુદ્દાને પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જો કે, મારા પત્રના જવાબમાં, મારી ઓફિસને દિલ્હીના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી લલિત મિત્તલ તરફથી એક પત્ર મળ્યો છે જેમાં જણાવાયું છે કે કાર્યાલય આ બાબતની તપાસ કરી રહ્યું છે.

ચૂંટણીને માત્ર 27 દિવસથી ઓછા દિવસો બાકી

પત્રમાં આતિષીએ લખ્યું, ‘સર, મેં મારા પત્રમાં તમારી પાસેથી આ બાબતે વ્યક્તિગત રીતે ચર્ચા કરવા અને માર્ગદર્શિકા મેળવવા માટે તાકીદનો સમય માંગ્યો છે કારણ કે આ મામલો સ્થાનિક સીઇઓના કાર્યક્ષેત્રની બહાર છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીને માત્ર 27 દિવસથી ઓછા દિવસો બાકી છે.

ભારતના ચૂંટણી પંચમાં અમારો વિશ્વાસ

તેથી આ બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા પર ધ્યાનમાં લેવી જોઈએ. અમે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંતોને જાળવી રાખવા માટે ભારતના ચૂંટણી પંચમાં અમારો વિશ્વાસ મૂકીએ છીએ. અંતમાં લખ્યું કે ફરી એકવાર હું તમને વિનંતી કરવા માંગુ છું કે આગામી દિલ્હી વિધાનસભામાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલી વહેલી તકે મને
મુલાકાતનો સમય આપશો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button