નેશનલ

દિલ્હીની હોસ્પિટલમાં દર્દી બનીને આવેલા શખ્સોએ ડોક્ટરને ગોળી મારી

દિલ્હી: શહેરમાં ગોળીબારની વધુ એક ઘટના બની છે. દિલ્હીના જેતપુર એક હોસ્પિટલમાં ડોક્ટરની ગોળી મારીને હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ બે શખ્સો દર્દી બનીને હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ડૉક્ટરને મળવાનું કહ્યું, ડૉક્ટરની કેબિનમાં જતાં જ એક શખ્સે ડૉક્ટરને ગોળી મારી દીધી. કોલકતા રેપ એન્ડ મર્ડર કેસ બાદ ડોક્ટર્સ વર્કપ્લેસ પર સલામતી સુનિશ્ચિત કરવા માંગ કરી રહ્યા છે, ત્યારે આ ઘટનાને કારણે ડોક્ટર્સમાં રોષ વધ્યો છે.

ઘટના બાદ દિલ્હી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધ શરૂ કરી છે. મૃતક તબીબનું નામ જાવેદ હોવાનું કહેવાય છે. કાલિંદી કુંજ પોલીસના જણાવ્યા અનુસાર, મામલો જેતપુર સ્થિત નીમા હોસ્પિટલનો છે. હત્યાનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી. આથી પોલીસ આ ઘટનાની અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. પોલીસની ટીમ આરોપીઓને પકડવા સતત શોધખોળ કરી રહી છે.

| Also Read: Delhi પોલીસે ISIS ના મોસ્ટ વોન્ટેડ આતંકીની ધરપકડ કરી

5 મહિના પહેલા પણ થઇ હતી ડોક્ટરની હત્યા:
આ વર્ષમાં મે મહિનામાં દિલ્હીમાં એક ડોક્ટરની હત્યાનો મામલો બન્યો હતો. દિલ્હીના જંગપુરામાં 10 મેના રોજ 65 વર્ષીય ડૉ. યોગેશ ચંદ્ર પોલની તેમના ઘરમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલેને 3 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ હત્યામાં કુલ 7 લોકો સામેલ હતા. તેમાંથી 4 નેપાળી હતા.

જંગપુરા ડોક્ટર મર્ડર કેસની માસ્ટર માઈન્ડ ડો.પોલના ઘરે કામ કરતી નોકરાણી બસંતી હતી જે 24 વર્ષથી તેના ઘરે કામ કરતી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button