નેશનલ

દિલ્હી ધુમ્મસની નહીં, ઝેરની ચાદરમાં ઢંકાયું! AQI ખતરનાક સ્તરે, ખાનગી ઓફિસો માટે ‘વર્ક ફ્રોમ હોમ’ લાગુ

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ ખૂબ જ ખરાબ રીતે ફેલાઈ રહ્યું છે. રવિવારે સવારે દિલ્હી ધુમ્મસની ચાદરમાં ઢંકાઈ ગયું હતું. ઝેરી હવા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. આખું શહેર ધુમાડાની ઘેરી ચાદરમાં ઢંકાઈ ગયું છે. ઝેરી હવાના કારણે લોકોને આંખોમાં બળતરા, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. રવિવારે સવારે ૬ વાગ્યાનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૩૮૦ નોંધાયો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ (Very Poor) શ્રેણીમાં આવે છે.

છેલ્લા ત્રણ દિવસનો AQI ટ્રેન્ડ પણ ચિંતાજનક રહ્યો હતો. ૨૦ નવેમ્બરે AQI ૩૯૧, ૨૧ નવેમ્બરે ૩૬૪ અને ૨૨ નવેમ્બરે ૩૭૦ નોંધાયો હતો. એટલે કે, વાતાવરણમાં સુધારો થવાને બદલે સ્થિતિ વધુ વણસી રહી છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળની આગાહી સંસ્થાએ દિલ્હી-એનસીઆરમાં આગામી ૧૦ દિવસ માટે AQI ચેતવણી જારી કરી છે. આગાહી મુજબ, આગામી ૧૦ દિવસ સુધી હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ (Very Poor) શ્રેણીમાં રહેવાની સંભાવના છે. ડિસિઝન સપોર્ટ સિસ્ટમ (DSS) મુજબ, દિલ્હીના PM2.5 સ્તરમાં શનિવારના ડેટા પ્રમાણે ટ્રાન્સપોર્ટ સેક્ટરનો ફાળો ૧૫% હતો.

પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે. ખાનગી ઓફિસો માટે ૫૦ ટકા ઓન-સાઇટ વર્કફોર્સ કેપેસિટી પર કામ કરવાની એડવાઇઝરી જારી કરવામાં આવી છે. આ દરમિયાન, બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરવાનું ચાલુ રાખશે. આ નિર્ણય કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ના નવા નિર્દેશો અનુસાર લેવામાં આવ્યો છે, કારણ કે દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP-III)ની પાબંદીઓ લાગુ છે.

આપણ વાંચો:  તેલંગાણામાં 37 માઓવાદીઓએ હથિયાર હેઠા મૂક્યા, ₹ 1.4 કરોડનું ઈનામ હતું

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button