સ્પર્મ માલિકની સહમતી મળી હોય તો એના મોત…. સરોગસી અંગે દિલ્હી હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો
દિલ્હી હાઈકોર્ટે સરોગસીને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે સર ગંગારામ હોસ્પિટલને બાળકના પ્રજનન માટે મૃત વ્યક્તિના ફ્રોઝન સ્પર્મને તેના માતા-પિતાને આપવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે ભારતીય કાયદામાં મરણોત્તર પ્રજનન પર કોઈ પ્રતિબંધ નથી, તેથી શુક્રાણુનો ઉપયોગ પ્રજનન માટે થઈ શકે છે.” જજે આ નિર્ણય કરવા માટે હિંદુ ઉત્તરાધિકાર ધારા પર આધાર રાખ્યો હતો. જસ્ટિસે હોસ્પિટલને તેમના પુત્રના ફ્રોઝન સ્પર્મને મુક્ત કરવા નિર્દેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે આપણા દેશમાં દાદા-દાદી દ્વારા તેમના પૌત્રોનો ઉછેર કરવો ખૂબ જ સામાન્ય છે. જો કે, હાઈકોર્ટે કહ્યું હતું કે ફ્રોઝન સ્પર્મનો ઉપયોગ વ્યવસાયિક હેતુઓ માટે કરવા દેવામાં આવશે નહીં.
જસ્ટિસ પ્રતિભા સિંહે આ ચુકાદો સંભળાવ્યો હતો. આ પ્રકારનો આ પહેલો નિર્ણય છે. જજે જણાવ્યું હતું કે ભારતીય કાયદા હેઠળ જો સ્પર્મ માલિકની સંમતિનો પુરાવો હોય તો તેના મૃત્યુ પછી પણ તેના સ્પર્મમાંથી પ્રજનન કરાવવા પર કોઈ પ્રતિબંધ નથી.
| Also Read: Delhi court: આખરે Manish Sisodiaને મળ્યા જામીન, પણ માત્ર આટલા દિવસો માટે
કેસ મુજબ ઇન્દર સિંહને કેન્સર થયું હતું. ડોકટરોએ કહ્યું હતું કે કીમોથેરાપી તેની પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે. માતા-પિતાને તેમના દીકરાના સ્વાસ્થ્ય અંગે જાણ હોવાથી તેમણે તેની કેન્સર ટ્રીટમેન્ટ કરાવતા પહેલા જ તેના સ્પર્મ ફ્રોઝન કરાવ્યા હતા. ઇન્દર સિંહનું સપ્ટેમ્બર 2020 માં કેન્સરથી અવસાન થયું હતું.
તે જ વર્ષે 21 ડિસેમ્બરના રોજ તેના માતાપિતા, ગુરવિંદર સિંહ અને હરબીર કૌરે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) લેબમાં રાખવામાં આવેલા તેમના પુત્રના ફ્રોઝન સ્પર્મ રિલીઝ કરવા વિનંતી કરી હતી, પરંતુ હોસ્પિટલે તેમના પુત્રના ફ્રોઝન સ્પર્મ આપવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમને સરકાર તરફથી આ અંગે કોઈ સૂચના નથી. તેઓ કોર્ટના આદેશ બાદ જ ફ્રોઝન સ્પર્મ રિલીઝ કરી શકે છે.
કોર્ટે દિલ્હી સરકાર અને ગંગારામ હોસ્પિટલને નોટિસ પાઠવી હતી. જવાબમાં હોસ્પિટલે એક રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે મૃતકના પરિવારને ફ્રોઝન સ્પર્મ આપવા સંબંધિત કોઈ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (એટીઆર) કાયદા નથી. સંબંધિત ICMR માર્ગદર્શિકા અને સરોગસી એક્ટ પણ આ મુદ્દે મૌન છે.
| Also Read: કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: સેનાના ગોળીબારમાં બે આતંકી ઠાર
આ કેસમાં આદેશ આપતા કોર્ટે વધુમાં કહ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર સર્વે કલ્યાણ મંત્રાલય વિચાર કરશે કે શું મૃત્યુ પછી પ્રજનન સંબંધીત મુદ્દાઓને ઉકેલવા માટે કોઈ કાયદાની જરૂર છે કે નહીં