Delhi court: આખરે Manish Sisodiaને મળ્યા જામીન, પણ માત્ર આટલા દિવસો માટે
નવી દિલ્હીઃ આમ આદમી પક્ષના નેતા મનીષ સિસોદીયા Manish Sisodiaને સોમવારે જામીન મળ્યા છે. દિલ્હી કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે. દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સિસોદીયાને નજીકના સંબંધીના લગ્નમાં હાજરી આપવામાં માટે કોર્ટે ત્રણ દિવસના જામીન આપ્યા હોવાનું અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે. સિસોદીયા (Sisodia)ને એક્સાઈઝ પોલિસી સ્કેમમાં જેલભેગા કરવામાં આવ્યા છે.
Central Bureau of Investigation (CBI) અને Enforcement Directorate (ED) દ્વારા મની લોંડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં તેમની તપાસ થઈ રહી છે. સીબીઆઈ દ્વારા ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાની 26મી તારીખે દિલ્હી સરકારની2021-2022 એક્ઝાઈઝ પોલિસીમાં કથિત ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરી હતી. ત્યારબાદ 9મી માર્ચે તિહાર જેલમાંથી તેમની ધરપકડ મની લોંડરિંગના કેસમાં ઈડીએ કરી હતી.
અગાઉ કોર્ટની આ બેંચે તેમને તેમના બીમાર પત્નીને અઠવાડિયામાં એક વાર મળવાની પરવાનગી આપી હતી. હવે તેઓ આવતીકાલથી એટલે કે 13થી 15 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ જામીન પર જેલ બહાર રહેશે.