નવી દિલ્હીઃ દિલ્હીમાં ગ્રાહક કમિશને ફેશન બ્રાન્ડ લાઈફસ્ટાઈલ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડને ગ્રાહકને પૂર્વ સૂચના આપ્યા વિના પેપર કેરી બેગ માટે રૂ. 7 વસૂલવા બદલ રૂ. 3,000નો દંડ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.
ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (પૂર્વ દિલ્હી) એક રિટેલર દ્વારા પેપર કેરી બેગના બદલામાં 7 રૂપિયા વસૂલવા બદલ સેવાઓમાં ઉણપનો દાવો કરતી ફરિયાદના કેસની સુનાવણી કરી રહી હતી. પંચના અધ્યક્ષ એસ.એસ. મલ્હોત્રા અને સભ્યો રશ્મિ બંસલ અને રવિ કુમારે જણાવ્યું હતું કે પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ પછી છૂટક વેપારીઓ કાગળની કેરી બેગ માટે ચાર્જ વસૂલતા હતા કારણ કે કાગળની થેલીઓ પ્લાસ્ટિકની થેલીઓ કરતાં મોંઘી છે.
કમિશને તેના તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે, “પંચ સમક્ષનો પ્રશ્ન પ્લાસ્ટિકની થેલીઓ અથવા કાગળની થેલીઓના ઉપયોગ અંગેનો નથી, પરંતુ આગોતરી સૂચના આપ્યા વિના ખરીદી માટે પસંદ કરેલ સામાન માટે ચૂકવણી કરતી વખતે ગ્રાહકો કેરી બેગ આપવા માટે કોઈ વધારાનો ચાર્જ વસુલી શકાય કે નહીં તે વિશે છે.
આદેશમાં જણાવાયું છે કે ફરિયાદીએ ફોટોગ્રાફ્સ ફાઇલ કરીને પોતાનો કેસ સ્થાપિત કર્યો છે, જે દર્શાવે છે કે ગ્રાહકોને કોઈ અગાઉથી સૂચના આપવામાં આવી ન હતી કે તેઓએ તેમની પોતાની કેરી બેગ લાવવાની રહેશે અને કાગળની બેગ માટે ચાર્જ લેવામાં આવશે.
કમિશને કહ્યું, “ગ્રાહકને એ જાણવાનો અધિકાર છે કે ખરીદી કરતા પહેલા, કેરી બેગ માટે વધારાનો ખર્ચ વસૂલવામાં આવશે અને તેને કેરી બેગની મુખ્ય વિશિષ્ટતાઓ અને કિંમત જાણવાનો પણ અધિકાર છે.”
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે