દિલ્હી કોચિંગ ક્લાસ બનાવમાં વધુ 5ની ધરપકડ, મહિના આગાઉ તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં બેઝમેન્ટમમાં ચાલતા કોચિંગ ક્લાસ (Delhi coaching class incident)માં બનેલી ઘટના રાષ્ટ્રીય સ્તરે ચર્ચાની વિષય બન્યો છે. આ મામલામાં ઝડપથી કાર્યવાહી કરવા દિલ્હી શહેર પ્રસાશન અને પોલીસ પર દબાણ છે. દિલ્હી પોલીસે વધુ 5 લોકોની ધપકડ કરી છે, જેમાં બેઝમેન્ટના માલિકનો પણ સમાવેશ થાય છે.
ધરપકડ કરાયેલા લોકોમાં બ્લેક કારના ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે, આ કાર કોચિંગ સેન્ટર બહાર પાણીથી ભરેલા રોડ પરથી પસાર થઇ હતી, જેને કારણે બિલ્ડિંગનો દરવાજો તૂટી ગયો હતો. પહેલા આ કાર મહિન્દ્રા થાર હોવાની ચર્ચા હતી, પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી હતી કે એ ફોર્સ ગુરખા કાર હતી.
દિલ્હી પોલીસે જણાવ્યું કે “રાજેન્દ્ર નગરની ઘટનામાં વધુ 5 ધરપકડ કરવામાં આવી છે જેમાં ભોંયરાના માલિકો અને બિલ્ડિંગના ગેટને નુકસાન પહોંચાડનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં, 7 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. અમે સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
જોકે હજુ સુધી પ્રસાશનના કોઈ કર્મચારી કે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી નથી, જેમની બેદરકારીને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. આ ઘટનાના એક મહિના પહેલા જ બેઝમેન્ટનો ઉપયોગ લાઈબ્રેરી અને કલાસીસ માટે કરવામાં આવતો હોવાનું ફરિયાદ કરવામાં આવી હતી. જેના પર તંત્ર એ કોઈ કાર્યવાહી કરી ન હતી.
સિવિલ સર્વિસના એસ્પીરન્ટ કિશોર સિંહ કુશવાહએ જણાવ્યું હતું કે તેમણે કેન્દ્ર, રાજ્ય સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખ્યો હતો કે કેવી રીતે રાઉનું IAS સ્ટડી સર્કલ ભોંયરાને લાઇબ્રેરી તરીકે ઉપયોગ કરી રહ્યું છે અને વિદ્યાર્થીઓ અને સ્ટાફના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે.
MCDએ ફક્ત સ્ટોરેજ અને પાર્કિંગના હેતુ માટે બેઝમેન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.
કરોલ બાગ ઝોનમાં બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કુમાર મહેન્દ્રને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે રાઉના IAS નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ વિના કલાસીસ માટે બેઝમેન્ટનો ઉપયોગ કરી રહ્યું છે.
કિશોર સિંહ કુશવાહએ ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કર્યો હતો અને યુપીએસસી કોચિંગ સેન્ટરો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી, જે સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે અને વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મૂકે છે.
ફરિયાદ બાબતે સરકારનું ઓનલાઈન પોર્ટલ દર્શાવી રહ્યું છે કે મામલો પ્રક્રિયા હેઠળ છે. આ મુદ્દો ઉકેલાય તે પહેલાં, શનિવારે સાંજે બેઝમેન્ટમાં પાણી ઘુસી આવ્યું હતું. કિશોર સિંહ કુશવાહે કહ્યું કે જો વહીવટીતંત્રએ સમયસર કાર્યવાહી કરી હોત તો, આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.
દિલ્હીના મેયર શેલી ઓબેરોયે આ દુર્ઘટનામાં કોઈ MCD અધિકારીની બેદરકારીની સંડોવણી છે કે કેમ તે જાણવા માટે આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. તેણીએ એમ પણ કહ્યું છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર તમામ કોચિંગ સેન્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે.
Also Read –