મહારાષ્ટ્ર જેવું જ સસ્પેન્સઃ દિલ્હીમાં શપથગ્રહણની તારીખ નક્કી થઈ ગઈ, પણ શપથ કોણ લેશે તે મામલે મૌન

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય થયો છે. હાલ મુખ્ય પ્રધાનના નામ અંગે ચર્ચાઓ ચાલી રહી (Delhi Chief minister) છે, ટૂંક સમયમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. પરંતુ એ પહેલા નવા મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર કરવામાં (Swearing Ceremony) આવી છે. અહેવાલ મુજબ શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સાંજે 4.30 વાગ્યે યોજાશે. આ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે.
અહેવાલમાં જણાવ્યા મુજબ, શપથ ગ્રહણ સમારોહ માટે 3 સ્ટેજ બનાવવામાં આવશે. સમારોહમાં એક મોટું સ્ટેજ હશે જેની સાઈઝ 40×24 ફૂટ હશે. જ્યારે બે સ્ટેજ 34×40 ફૂટ હશે. સ્ટેજ પર લગભગ 100 થી 150 ખુરશીઓ લગાવવામાં આવશે. જ્યારે લોકોને બેસવા માટે લગભગ 30 હજાર ખુરશીઓ લગાવવામાં આવશે.
મુખ્ય પ્રધાનના નામ અંગે સસ્પેન્સ:
તારીખ, સમય અને સ્થળ અંગેની માહિતી ભાજપના સૂત્રો દ્વારા આપવામાં આવી છે. જોકે, હજુ સુધી આ અંગે સત્તાવાર માહિતી આપી નથી. દિલ્હીના મુખ્યપ્રધાનનું નામ જાહેર થાય તેની બધા રાહ જોઈ રહ્યા છે.
એ પણ વાંચો : દિલ્હી વિધાનસભ્યદળની બેઠક મુલતવી, હવે આ દિવસે થશે મુખ્ય પ્રધાનના નામની જાહેરાત
આજે સાંજે દિલ્હી સરકારના શપથ ગ્રહણ સમારોહ અને સરકારની રચના અંગે એક બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વિધાનસભ્ય પક્ષની બેઠકનો સમય અને તારીખ નક્કી કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહના પ્રભારી વિનોદ તાવડે અને તરુણ ચુઘ પણ બેઠકમાં હાજર રહેશે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને દિલ્હી ભાજપ સંગઠનના આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય પ્રધાન પદ માટે 15 વિધાનસભ્યોની યાદી બનાવવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને અન્ય ટોચના ભાજપ નેતાઓ વચ્ચે બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.