દિલ્હીના મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ સમારોહનો બદલાયો સમય, જાણો વિગત | મુંબઈ સમાચાર

દિલ્હીના મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ સમારોહનો બદલાયો સમય, જાણો વિગત

શપથ સમારોહમાં સામેલ થવા 30,000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું

નવી દિલ્હીઃ દિલ્હીમાં 27 વર્ષ બાદ કમળ (delhi bjp_ ખીલ્યું છે અને તેમના મુખ્ય પ્રધાન (delhi cm) પસંદ કરવાનો મોકો આવ્યો છે. દિલ્હીમાં બુધવારે ભાજપના ધારાસભ્યોની બેઠક થશે. જેમાં વિધાયક દળના નેતા પસંદ કરવામાં આવશે. આ દરમિયાન નવા મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ સમારોહનો સમય બદલાયો હોવાની માહિતી સામે આવી છે.

મળતી વિગત પ્રમાણે, દિલ્હીના મુખ્ય પ્રધાનનો શપથ સમારોહ 20 ફેબ્રુઆરીએ સાંજે 4.30 કલાકે યોજાવાનો હતો. પરંતુ હવે આ કાર્યક્રમ સવારે 11 કલાકે થશે. કયા કારણોસર પક્ષ દ્વારા આ ફેંસલો લેવામાં આવ્યો છે તેની વિગત સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્ય પ્રધાનના શપથ સમારોહની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આયોજન માટે રામલીલા મેદાન પસંદ કરવામાં આવ્યું છે. જોકે હજુ સુધી મુખ્ય પ્રધાનના નામ પર સહમતિ બની નથી. 19 ફેબ્રુઆરીએ ધારાસભ્ય દળની બેઠકમાં સીએમના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.

Also read:દિલ્હીના મુખ્ય પ્રધાનની મુશ્કેલી વધી, કોર્ટમાં નવી ફરિયાદ દાખલ

રામલીલા મેદાન તરફ જતાં તમામ રસ્તા 19 ફેબ્રુઆરીની રાતથી બંધ થઈ જશે, માત્ર વીવીઆઈપી વાહનોને જ પ્રવેશ મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત 50થી વધારે હાઈ સિક્યોરિટી ધરાવતાં નેતા રામલીલા મેદાન પહોંચશે. આ શપથ ગ્રહણ સમારોહમાં 20 રાજ્યોના મુખ્ય પ્રધાન પણ સામેલ થશે.

રામલીલા મેદાન પર શપથ ગ્રહણ સમારોહ પહેલાં ગીત-સંગીતનો કાર્યક્રમ થશે. જેમાં કૈલાશ ખેર પ્રસ્તુતિ આપશે. આ ઉપરાંત બોલીવુડ સિતારા પણ ઉપસ્થિત રહેશે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી પણ હાજર રહેશે. બાબા રામદેવ, બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી, સ્વામી ચિદાનંદને પણ શપશ સમારોહમાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

સંબંધિત લેખો

Back to top button