નેશનલ

દિલ્હીમાં નવાજુનીની આશંકા, LG સક્સેનાની સ્પષ્ટતા જેલમાંથી સરકાર ચલાવી શકાય નહીં

નવી દિલ્હી: દિલ્હી લિકર પોલીસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ઈડીની કસ્ટડીમાં છે, અને તેઓ જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે. હવે સ્થિતી અંગે ચર્ચાએ જોર પકડ્યું છે કે જેલમાંથી દિલ્હીનો વહીવટ કરવો કેટલો યોગ્ય છે? જો કે આ મુદ્દે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના નિવેદનથી રાજ્યમાં કાંઈક નવાજુનીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હીના એલજી વીકે સક્સેનાએ બુધવારે સ્પષ્ટ કર્યું કે જેલમાંથી સરકાર ચલાવી શકાય નહીં.

દિલ્હીના એલજી વીકે સક્સેનાએ બુધવારે એક કાર્યક્રમમાં કહ્યું, કે ‘હું દિલ્હીના લોકોને ખાતરી આપવા માંગુ છું કે સરકાર જેલમાંથી નહીં ચાલે.’ એલજી સક્સેનાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે સીએમ કેજરીવાલ તાજેતરમાં જ EDની કસ્ટડીમાંથી જ બે સરકારી આદેશો આપ્યા હતા.

સીએમ કેજરીવાલે જળ મંત્રી આતિશીને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પાણી અને ગટર સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે સૂચના આપી હતી. આ પછી, મંગળવારે તેમણે બીજો આદેશ જારી કર્યો, જેમાં આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજને દિલ્હીની સરકારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિકમાં દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું હતું, આવી સ્થિતિમાં એલજી સક્સેના નિવેદનથી રાજકારણ ગરમાયું છે.

દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનને લઈ આકરો વિરોધ વ્યક્ત કરતા કેજરીવાલ સરકારના મંત્રી આતિશીએ ગુરુવારે કહ્યું કે જો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે, તો તે સ્પષ્ટ રીતે ‘રાજકીય બદલો’ હશે. સક્સેનાની ટિપ્પણીનો જવાબ આપતાં આતિશીએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ શાસન ત્યારે જ લાદી શકાય જ્યારે કોઈ વિકલ્પ ન હોય. કલમ 356નો મુદ્દો ઘણી વખત સુપ્રીમ કોર્ટમાં ગયો છે અને દર વખતે કોર્ટે કહ્યું છે કે જ્યારે રાજ્યમાં અન્ય કોઈ વિકલ્પ ન હોય ત્યારે જ રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત