
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી જંગી બહુમતી બાદ મુખ્ય પ્રધાનના ચહેરા માટેનું કોકડું ગુંચવાયેલું છે. આગામી 18મી ફેબ્રુઆરીના રોજ મુખ્ય પ્રધાન માટે શપથવિધિ થવાની છે, ત્યારે હવે આ અંગે એક મોટા મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આવતીકાલે 17 ફેબ્રુઆરીના ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે. આ બેઠકમાં જ દિલ્હીના મુખ્ય પ્રધાનના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે.
ધારાસભ્ય દળની બેઠક
પ્રાપ્ત વિગતો અનુસાર, આવતીકાલે દિલ્હીમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાશે. આ બેઠક દરમિયાન, નિરીક્ષકોની હાજરીમાં નવા મુખ્ય પ્રધાનની જાહેરાત કરવામાં આવશે અને શપથ ગ્રહણ સમારોહ 18મી ફેબ્રુઆરીના રોજ રામલીલા મેદાનમાં યોજાઇ શકે છે.
લ્હીના મુખ્ય પ્રધાનનું નામ નક્કી
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર દિલ્હીના મુખ્ય પ્રધાનનું નામ નક્કી થઈ ગયું છે. આવતીકાલે બપોરે ૩ વાગ્યા સુધીમાં તેને અંતિમ સ્વરૂપ આપી શકાય છે. પાર્ટી બધા ધારાસભ્યોની સામે ગૃહના નેતાની પસંદગી કરવામાં આવશે અને આ અંગે ધારાસભ્યોને પણ જાણ કરી દેવામાં આવી છે.
Also read: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડધમ શાંત, અરવિંદ કેજરીવાલે કર્યો આટલી બેઠકોનો દાવો
આવતીકાલની બેઠક પર બધાની નજર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને એક મહત્વપૂર્ણ જીત મળી છે. ચૂંટણી પરિણામો બાદ છેલ્લા કેટલાક દિવસોથી મુખ્ય પ્રધાનના નામ વિશે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસથી પાછા ફર્યા પછી મુખ્ય પ્રધાન અંગે નિર્ણય લેવામાં આવશે. જો કે હવે આ અંગે આવતીકાલે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, તેના પર બધાની નજર છે.