Viral video: Delhi બસમાં મહિલાને જોઈ બધા શરમાઈ ગયા, જૂઓ વાયરલ વીડિયો

નવી દિલ્હીઃ આધુનિકતા કે ફેશન તેની મર્યાદામાં રહે તે જરૂરી છે. મહિલાઓના કપડા મામલે ઘણીવાર વિવાદો સર્જાઈ છે. સૌને પોતાની ઈચ્છા પ્રમાણે રહેવાનો હક છે, પરંતુ આ સાથે સમાજમાં રહેવાના અમુક નિયમો હોય છે. જે પહેરવેશ જ્યાં શોભતો હોય ત્યાં શોભે. જ્યારે પણ કોઈ મહિલા કે પુરુષ લિમિટ ક્રોસ કરે ત્યારે સ્વાભાવિકપણે તેની ચર્ચા થાય. આવી જ ચર્ચા એક વીડિયોની થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર દરેક પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. આમાંથી ઘણા વીડિયો લોકો માટે ચોંકાવનારા છે અને ઘણા વીડિયો જોયા પછી લોકોના મોં ખુલ્લાં રહી જાય છે. દિલ્હીની એક બસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી બિકીની પહેરીને બસમાં બેસેલી જોવા મળે છે. આ જોઈને બસમાં બેઠેલા મુસાફરો શરમાઈ જાય છે અને ક્ષોભજનક માહોલ સર્જાઈ છે.
ભીડભાડવાળી બસમાં બિકીની પહેરેલી આ છોકરીનો વીડિયો @DELHIBUSES1 દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બિકીની ગર્લને જોઈને કેટલાક મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, જ્યારે કેટલાક મુસાફરો એવા પણ હતા જેમણે ખાસ ધ્યાન ન આપ્યું.
જેવી છોકરી બિકીની પહેરીને બસમાં ચઢે છે, ત્યાં હાજર લોકો શરમ અનુભવે છે. જે પછી ધીમે ધીમે ત્યાં બેઠેલા લોકો બસમાંથી નીકળી જાય છે. જો કે આ બસ કયા રૂટની હતી તે હજુ સુધી જાણી શકાયું નથી. વીડિયો જોયા બાદ લોકો તેના પર પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, કેમેરામેન બરાબર નહોતો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, લાગે છે કે તેને વધારે ગરમી થઈ રહી છે.
એક અહેવાલ અનુસાર ડીટીસીના મેનેજિંગ ડિરેક્ટર શિલ્પા શિંદેનું કહેવું છે કે આ વીડિયો ડીટીસી બસનો નથી પરંતુ ક્લસ્ટર બસનો છે. વિડિયો અસલી છે કે એડિટ કે નકલી છે તે જાણવા માટે મેનેજિંગ ડિરેક્ટરે વીડિયોની તપાસના આદેશ આપ્યા છે.