દિલ્હી ફરી લજવાયું: હોટેલમાં બ્રિટિશ યુવતી પર ગેંગ રેપ, બે આરોપીઓની ધરપકડ…

દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે, શહેરમાં મહિલાઓની છેડતી અને બળાત્કારના કેસ ચિંતાજનક રીતે વધુ નોંધાઈ રહ્યા છે, દિલ્હી દેશના ‘રેપ કેપિટલ’ તરીકે બદનામ છે. એવામાં દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં આવેલી એક હોટેલમાં એક બ્રિટિશ મૂળની મહિલા પર સામૂહિક બળાત્કારનો કેસ નોંધાતા ખળભળાટ (Gang rape on British woman in Delhi) મચી ગયો છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે તે સોશિયલ મીડિયા પર સંપર્ક બાદ મિત્રને મળવા દિલ્હી આવી હતી. પોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરી છે.
Also read : સ્ટારલિંકના કારણે ભારતીય રેલ્વેને ફાયદો થશે, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો વિશ્વાસ…
દિલ્હી પોલીસે એક નિવેદનમાં કેસની માહિતી આપતા જણાવ્યું કે બ્રિટનની રહેવાસી મહિલાની ઇન્સ્ટાગ્રામ પર કૈલાશ નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. મહિલા તેને મળવા દિલ્હી આવી હતી. યુવતીએ કૈલાસને હોટલમાં મળવા માટે બોલાવ્યો હતો. ઘટના સમયે આરોપી દારૂના નશામાં હતો. વસંત કુંજ (ઉત્તર) પોલીસ સ્ટેશને બે યુવાનોની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે આ ઘટના અંગે બ્રિટિશ હાઈ કમિશનને પણ જાણ કરી છે.
ઈન્સ્ટાગ્રામ પર થઇ મિત્રતા:
અહેવાલ મુજબ, આરોપી યુવક પૂર્વ દિલ્હીના મયુર વિહાર વિસ્તારની રહેવાસી છે. તે રીલ્સ બનાવીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતો રહે છે. થોડા મહિના પહેલા, લંડનમાં રહેતી એક યુવતી સાથે તેની ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા થઇ હતી. થોડા દિવસ પહેલા યુવતી મહારાષ્ટ્ર અને ગોવા ફરવા આવી હતી. ત્યાંથી યુવતીએ કૈલાશને ફોન કર્યો અને મળવા કહ્યું. કૈલાશ ત્યાં જઈ શકે એમ ન હતો, તેણે યુવતીને દિલ્હી આવવા કહ્યું. યુવતી મંગળવારે સાંજે દિલ્હી આવી હતી અને મહિપાલપુરની એક હોટલમાં રોકાઈ રહી હતી.
અહેવાલમાં આપવામાં આવેલી માહિતી મુજબ યુવતીના ફોન કરવા પર, કૈલાશ તેના મિત્ર વસીમ સાથે હોટેલ પહોંચ્યો. ત્યાં તેણે દારૂ પીધો, ત્યાર બાદ તેઓ હોટલના રૂમમાં ગયા. કૈલાશેએ યુવતી સાથે બળજબરી કરી અને બળાત્કાર ગુજાર્યો. યુવતીએ બૂમો પાડવાનું શરૂ કર્યું, તો કૈલાશે વસીમને રૂમમાં બોલાવ્યો અને યુવતીને સમજાવવાનો અને શાંત કરવાનો પ્રયાસ કર્યો.
Also read : સંભલ મસ્જિદના વિવાદ મુદ્દે યોગી આદિત્યનાથે આપ્યું મોટું નિવેદન, એ અસ્વીકાર્ય…
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, યુવતી રાત્રે સૂઈ ગઈ હતી, પરંતુ બુધવારે સવારે તે ફોર્ટિસ હોસ્પિટલ પહોંચી. તેમણે હોસ્પિટલમાં મેડીકલ ચેક અપ કરાવ્યું. હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં આવી. ત્યારબાદ વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશને બપોરે કૈલાશ અને વસીમની ધરપકડ કરી. બંનેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લઇ જવામાં આવ્યા છે.