
નવી દિલ્હીઃ દિલ્હી રાજ્ય અને દિલ્હી મ્યુનિસિપાલિટી પર દસ વર્ષ સુધી શાસન કરનાર અને દિલ્હી મેયર ચૂંટણી મામલે ઘણી રકઝક કરનારી આમ આદમી પાર્ટી (આપ)ની જાહેરાતે ખળભળાટ મચાવી દીધો છે.
દિલ્હીમાં મેયરની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી (AAP) એ જાહેરાત કરી હતી કે MCD મેયર માટે પોતાના ઉમેદવાર ઉભા રાખશે નહીં. AAP દિલ્હીના પ્રમુખ સૌરભ ભારદ્વાજે કહ્યું, પક્ષએ નિર્ણય લીધો છે કે આ વખતે અમે મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉભો રાખીશું નહીં. ભાજપે પોતાના મેયરની પસંદગી કરવી જોઈએ, ભાજપે પોતાની સ્થાયી સમિતિ બનાવવી જોઈએ અને કોઈપણ બહાના વગર દિલ્હી પર શાસન કરવું જોઈએ, તેમ પણ સૌરભે જણાવ્યું હતું.
આપણ વાંચો: ભૂસ્ખલનને લીધે જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયા
આ મામલે વિશેષ માહિતી માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે…