Top Newsનેશનલ

દિલ્હી વિસ્ફોટ: લાલ કિલ્લા પર ધમાકાની હતી યોજના, જૈશ-એ-મોહમ્મદ પર શંકા!

જમ્મુ કાશ્મીર પોલીસની કાર્યવાહી પછી દિલ્હીમાં વિસ્ફોટ, NIAની 7 ટીમ તપાસમાં

નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લા રેડ લાઈટ પર સોમવારે સાંજે કારમાં થયેલા ધમાકાની પેટર્નને જોતા એક કરતા અનેક બાબતને એજન્સી નવા તારણ પર આવી છે. વિસ્ફોટની પેટર્ન જોતા પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર શંકાની સોંય કરી છે. અગાઉ 14 ફેબ્રુઆરી, 2019માં જમ્મુ કાશ્મીરના પુલવામાં સુરક્ષાદળ અને 13 ડિસેમ્બર 2001ના લશ્કર-એ તૈયબા સાથે મળીને ભારતીય સંસદ પર ફિદાયિન હુમલો કર્યો હતો.

તપાસ એજન્સી માટે સૌથી મોટો પડકાર?
એજન્સીના અધિકારીના દાવા પ્રમાણે બ્લાસ્ટને પ્રેશર ફિદાયિન હુમલો માનવામાં આવી રહ્યો છે, જેમાં જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ફરિદાબાદમાં આશરે 3,000 કિલો વિસ્ફોટક અને આઠ આરોપીને પકડવામાં આવ્યા પછી દિલ્હીમાં જાણી જોઈને લાલ કિલ્લા સામે વિસ્ફોટ કર્યો હતો. તપાસ એજન્સી માટે સૌથી મોટો પડકાર એ છે કે જે રીતે લાલ કિલ્લાની સામે વિસ્ફોટ કરવા માટે કારનો ઉપયોગ કર્યો હતો. જોકે, હજુ અધિકારીને શંકા છે કે આરોપીઓએ વિસ્ફોટક પ્લાન્ટ કર્યા હોઈ શકે છે, જે વિસ્ફોટ થઈ શકે છે.

એનઆઈએની સાત ટીમ તપાસમાં એક્ટિવ
ફરિદાબાદમાંથી એકલા 2,900 કિલોના વિસ્ફોટક પકડાયા હતા, જેમાં આ અગાઉ કાશ્મીરમાં વિસ્ફોટ કરવાની સુરક્ષા એજન્સીએ એલર્ટ પણ આપી હતી. કથિત રીતે ધમાકાવાળી i20 કાર ચલાવનારા ફિદાયિન ડોક્ટર ઉમર મોહમ્મદના સાથી પાસેથી ઈન્પુટ મળવાનું છે, જે ડોક્ટરના નામથી ઓળખાય છે. એના સિવાય બીજો ડર એ છે વિસ્ફોટક ભરેલી કાર અન્ય જગ્યાએ પાર્ક કરી હોય તો વિસ્ફોટ થઈ શકે છે. આ કેસમાં એનઆઈએની સાત ટીમ તપાસ કરી રહી છે. તપાસ કરનારી ટીમના અધિકારીઓએ પ્રાથમિક તબક્કે જૈશ-એ-મોહમ્મદ સિવાય લશ્કર-એ-તૈયબા અને ગજવા-એ હિંદ સહિત જમ્મુ કાશ્મીરના અમુક સ્થાનિક સંગઠન પર શંકા વ્યક્ત કરી છે.

આતંકવાદીઓની કોઈ મોટી યોજના હતી
સૂત્રોના અહેવાલ અનુસાર આ યોજના જૈશ-એ-મોહમ્મદનું હતું, પરંતુ હાલના તબક્કે પ્રાથમિક તર્ક છે. આરોપીઓની મુખ્ય યોજના તો દિલ્હીના લાલ કિલ્લાને ઉડાવવાનો હોઈ શકે છે અથવા તો દિલ્હી-એનસીઆરમાં સિરિયલ બ્લાસ્ટ. જમ્મુ કાશ્મીર પોલીસે ફરિદાબાદમાં મોટી કાર્યવાહી કર્યા પછી શક્ય છે કે દબાણમાં આવીને લાલ કિલ્લા સામે બ્લાસ્ટ કર્યો હોઈ શકે છે, એવી સૂત્રોએ શક્યતા વ્યક્ત કરી હતી. આ અગાઉ ચાર ડોક્ટરની ટુકડી પકડાઈ ગઈ હતી અને ઉમર મોહમ્મદનું લોકેશન પણ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. ડોક્ટર ઉમરને પણ જાણ હતી કે વિસ્ફોટ પકડાઈ ગયો છે, તેથી તે પણ પકડાઈ શકે છે. તપાસ એજન્સીના અધિકારી દાવો કરી રહ્યા છે કે આ યોજના કદાચ બહુ મોટી હતી, પરંતુ સતકર્તાને કારણે મોટી જાનહાનિ ટળી ગઈ.

સરહદ પારનું કનેક્શન ખરું કે નહીં?
ભારતમાં વિસ્ફોટ પછી પાકિસ્તાનમાં બ્લાસ્ટ થયો છે. અનેક દેશોએ ભારતના વિસ્ફોટ અંગે પ્રતિક્રિયા આપી છે, પરંતુ પાકિસ્તાન વધુ સજ્જ થયું છે. જોકે, વિસ્ફોટમાં વાપરવામાં આવેલા વિસ્ફોટક અંગે એજન્સીએ મૌન સેવ્યું છે. નિષ્ણાાતોનું માનવું છે કે આ વિસ્ફોટમાં ફક્ત એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કર્યો નથી, જેમાં આરડીએક્સ અથવા કોઈ વિસ્ફોટને મિક્સ કર્યું હોઈ શકે છે. જમ્મુ કાશ્મીર પોલીસે ઈરફાન અહમદની ધરપકડ કરી છે. ઈરફાન શોપિયાનો રહેવાસી છે તે શ્રીનગરની મસ્જિદમાં ઈમામ છે. ફરિદાબાદ ટેરર મોડ્યુલમાં ધરપકડ કરી છે, જ્યારે તેની પાસેથી પાંચ મોબાઈલ જપ્ત કર્યા છે, જ્યારે તેની પત્ની પણ અટક કરી છે.

આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો મળ્યા
અગાઉ ધરપકડ કરવામાં આવેલા આરોપી પાસેથી એકે-47, એકે56, બેરેટા અને ગ્લોક પિસ્તોલ પકડાઈ હોવાથી કદાચ તેઓ ઓપન ફાયરિંગ કરવાની ફિરાકમાં પણ હતા. હાલના તબક્કે ધમાકાવાળી કારને પુલવામા રહેવાસી ઉમર મોહમ્મદ ચલાવતો હોવાનું કહેવાય છે. સીસીટીવી કેમેરાની સાથે અન્ય જગ્યાના કેમેરામાં તેની તસવીર પણ કેદ થઈ છે. સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે ઉમરની માતાના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે.

ઓપરેશન સિંદૂર પછી 20થી વધુ હુમલા નિષ્ફળ
ઓપરેશન સિંદૂર પછી 20થી વધુ આતંકવાદી હુમલા નિષ્ફળ બનાવ્યા છે. દિલ્હી વિસ્ફોટમાં મોટી જાનહાનિ થઈ, જેમાં અનેક વાહનોને પણ નુકસાન થયું, પરંતુ એના પછી સુરક્ષા તંત્ર વધુ સાવધ બન્યું. સુરક્ષા તંત્રના દાવા પ્રમાણે દિલ્હી વિસ્ફોટમાં મોટું નુકસાન થવાનું હતું, પરંતુ ઓછું થયું હોઈ શકે છે. જોકે, ઓપરેશન સિંદૂર પછી અત્યાર સુધીમાં 20થી વધુ હુમલા નિષ્ફળ બનાવ્યા છે, જેમાં ગઈકાલે 2900 કિલો વિસ્ફોટક પકડ્યા હતા.

એના અગાઉ ગુજરાતમાંથી ત્રણ આતંકીને પકડ્યાં હતા. 24મી ઓક્ટોબરના દિલ્હીમાંથી બે ફિદાયિનની અટક કરી હતી. એના અગાઉ 13 ઓક્ટોબરના આંધ્ર, યુપી અને મહારાષ્ટ્રમાં જેઈએમ કટ્ટરપંથી મોડ્યુલને નિષ્ક્રિય બનાવ્યું હતું. નવમી ઓક્ટોબરના પંજાબમાંથી અઢી કિલો આઈઈડી જપ્ત કર્યું હતું. 27 ઓગસ્ટના નેપાળ સરહદ પરથી અબુ તાલિબ પકડાયો હતો. એના સિવાય અન્ય ગતિવિધિઓને રોકી સુરક્ષા તંત્ર મોટા હુમલાને ખાળ્યા હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો…પીએમ મોદીએ ભૂટાન જઈને દિલ્લી બ્લાસ્ટ પર દુખ વ્યકત કર્યું, કહ્યું- કોઈપણ દોષીતોને છોડવામાં નહીં આવે

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button